મુશ્કેલી:કામદાર રાજ્ય વીમા યોજના ડી-2ની કામગીરી ડી-1માં શરૂ કરતા 20 હજાર દર્દીઓને હાલાકી

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાડાના મકાનમાં ચાલતુ જર્જરિત દવાખાનું બનતા તંત્ર દ્વારા નિર્ણય લેવાયો
  • વઢવાણ સહિત વિસ્તારના કામદારોને 5 કિમી દુર સારવાર માટે જવુ પડે છે

જિલ્લાના અંદાજે 250થી વધુ એકમોને હાલમાં કર્મચારી રાજય વીમા નિગમ હેઠળ આવરી લેવાયા છે. જ્યારે સુરેન્દ્રનગર શહેરમાં કામદારો માટે રાજયવીમા યોજના ડી-1 અને ડી-2 કચેરી ચાલુ છે. ખાટલે મોટી ખોટ હોય તેમ 1991થી શરૂ થયેલી વઢવાણ જીઆઈડીસીમાં આવેલી સુરેન્દ્રનગરની કામદાર રાજયવીમા યોજના ડી-2ની કચેરીની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં ભાડાથી કાર્યરત છે. જેમાં અંદાજે 5 હજારથી વધુ વીમા કામદારના કુટુંબો જોડાયેલા છે.

અંદાજે 20 હજારથી વધુ દર્દીઓ વિવિધ પ્રકારની સારવાર અર્થે આ કચેરીએ આવે છે. જર્જિરત કચેરી બાબતે કોઇ કાર્યવાહી ન થતા એડીએમએસ રાજકોટ દ્વારા તા. 20-8-2020થી કામદારો રાજય વીમા યોજના ડી-2 સુરેન્દ્રનગરની દવાખાનાની સંપુર્ણ કામગીરી કામદાર રાજય વીમા યોજના ડી-1 જુના પાવર હાઉસ પાછળ રેલવે અંડર બ્રીજની બાજુમાં સુરેન્દ્રનગરના દવાખાનાના મકાનમાં કાર્યરત રહેશે તેવો નિર્ણય કરાયો હતો. આથી 20 હજારથી દર્દીઓને પાંચ કિમી દૂર મોંઘા ભાડા ખર્ચીને સારવાર માટે જવુ પડતા હોવાનું ઘાટ સર્જાયો છે. ત્યારે આ અંગે લલિતભાઈ, રાજુભાઈ, વિમળાબેન, કોમલબેન વગેરે જણાવ્યું કે, જ્યાં કચેરી હતી તેની આજુબાજુમાં જો કોઇ વ્યવસ્થા કરવામાં આવે તો કારખાનામાં કામ કરતા કામદારોને ઇમજરન્સીમાં સારવાર લેવાની કોઇ તકલીફ ન પડે.

40 પગથિયા ચડીને દવા લેવા જવુ પડે છે
વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં રાજયવીમા યોજના ડી-2 ની કચેરી ભાડાના મકાનમાં હતી અને દર્દીઓને નીચે જ તપાસ કરીને સારવાર કરવામાં આવતી હતી. પરંતુ સુરેન્દ્રનગર આ કચેરી લઇ જવાઇ છે તેમાંય હવે બીજા માળે હોવાથી હવે અંદાજે 40થી વધુ પગથીયાઓ ચડીને સારવાર લેવા જવુ પડતા હોવાથી મોટી ઉંમરના તેમજ ભાંગતૂટ વાળા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. > દર્દીઓ

અન્ય સમાચારો પણ છે...