ધરપકડ:પશ્ચિમ બંગાળમાં કમ્પાઉન્ડરની નોકરી કરી અને અહીંયા બોગસ ડોક્ટર બની બેઠા હતા

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ધ્રાંગધ્રાના વસાવડા અને ભરાડામાંથી 2 બોગસ તબીબ ઝડપાયા હતા

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના વસાવડા અને ભરાડામાં એસઓજી ટીમે છાપો મારી 2 બોગસ ડોક્ટરને ઝડપી પાડયા હતા. ત્યારે આ બોગસ ડોક્ટરે પશ્ચિમ બંગાળમાં કમ્પાઉન્ડરની નોકરી કરી જિલ્લામાં ડોક્ટર બની બેઠા હોવાનું તપાસમાં બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ બંને ગ્રામજનોના નિવેદનો લઇ ડોકટરની કર્મકુંડળી સુધી પહોંચવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ધ્રાંગધ્રા પંથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી એસઓજી ટીમને બાતમી મળતા વસાડવા અને ભરાડામાં છાપો મારતા ગેરકાયદે રીતે તબીબી પ્રેક્ટિસ કરતા અને પોતે ડૉક્ટરો ન હોવા છતાં કોઈપણ જાતનું સર્ટિ ધરાવતા ના હોવા છતાં લોકોમાં ડોક્ટર તરીકે જાહેર કરી પ્રેક્ટિસ કરતા મૂળ પશ્ચિમ બંગાળના ધાનતાલા નાડિયા જિલ્લાના અરનગાતા બીરા ગામના અને હાલ ધ્રાંગધ્રા તાલુકાના વસાવડા ગામે રહેતા 41 વર્ષના સમરજીત હરીપદા ડેલેન્દ્રનાથ બીસ્વાસને દબોચી લીધા હતા.

બોગસ ડોક્ટર સમરજીત અંદાજે 5 વર્ષથી, ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે એસઓજી ટીમે તપાસ કરતા મૂળ પશ્ચિમ બંગાળ નાડિયા જિલ્લાના પશ્ચિમપરા ડાફોર્ટના અને હાલ ભરાડા ગામે કાનાભાઈ મુંધવાના મકાનમાં રહેતા 53 વર્ષના પરીમલ સુબલચંન્દ્ર હરાનચંદ્ર રોય અંદાજે 4 વર્ષથી લોકોની સારવાર કરતા હતા.

એસઓજીની તપાસમાં આ બંને બોગસ ડોક્ટરો પશ્ચિમ બંગાળમાં કમ્પાઉન્ડરની નોકરી કરી હોવાની સાથે જિલ્લામાં ડોક્ટરો બની બેઠા હોવાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. એસઓજી પોલીસે વસાડવા અને ભરાડા ગામના ગ્રામજનોના નિવેદનો લઇ ઝડપાયેલા બંને બોગસ ડોક્ટરોની કર્મકુંડળી જાણવા પ્રયાસો હાથ ધર્યા છે.

અન્ય સમાચારો પણ છે...