તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:આંબેડકર ચોકથી જોરાવરનગર તરફના અધૂરા પુલનું કામ ફરી શરૂ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કાચા રસ્તાને લઇ રાહદારીઓ તોબા પોકારી ગયા હતા
 • મેટલ નાખી ડામરનો રસ્તો બનાવાયો તેમજ જે જગ્યા પર 4 રસ્તા ભેગા થાય છે ત્યાં સર્કલ બનતાં અકસ્માતનું પ્રમાણ ઘટશે

સુરેન્દ્રનગર આંબેડકચોકથી જોરાવરનગર તરફના પુલનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું પરંતુ પુલની એક તરફ જ્યાં ચાર રસ્તા ભેગા થતાં હતા તેનું કામ બાકી હતું. અને રસ્તો કાચો હોવાથી પુષ્કળ ધુળ ઉડતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડતો હતો ત્યારે તંત્ર દ્વારા પુલનું બાકી કામ પુરૂ કરવા માટેની કામગીરી શરૂ કરાયું છે.

આંબેડકચોકથી જોરાવરનગરનો પુલ રતનપર અને જોરાવરનગ બન્ને શહેરોને સુરેન્દ્રનગર શહેર સાથે જોડતો મુખ્ય પુલ છે. ત્યારે આ પુલના અધુરા કામથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આંબેડકચોક તરફના છેડે ચાર રસ્તા ભેગા થતાં હોય વાહનચાલકોને અકસ્માતનો પણ ભય રહેતો હતો.

બીજી તરફ કાચા રસ્તા પર સતત વાહનોની અવરજવરથી મોટ પ્રમાણમાં ધુળ ઉડતી હોવાથી વાહનચાલકો, રાહદારીઓ અને આસપાસના રહીશોને પણ હાલાકીનો સામનો કરવો પડતો હતો. ત્યારે પાલિકા તંત્ર દ્વારા હાલ બાકી રહેલું કામ પુરૂ શરૂ કરવાની કામગીરી શરૂ કરી છે. જેમાં કાચા રસ્તા પર મેટલ નાંખી ડામરનો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે તેમજ જે જગ્યા પર ચાર રસ્તા ભેગા થાય છે ત્યાં સર્કલ બનાવવામાં આવશે. જેથી અકસ્માતના બનાવો પણ નિવારી શકાય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો