• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Work Is Incomplete Amid Claims Of Completion Of One Year After Construction Of Sewage Treatment Plant At The Cost Of Crores, Big Question Against Storage Of Clean Water In The Plant.

તંત્રના વાંકે પ્રજાને હાલાકી:કરોડોના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભો થયાને એક વર્ષ પૂર્ણ થવાના દાવા વચ્ચે કામ અધૂરું, પ્લાન્ટમાં શુધ્ધ પાણી સંગ્રહ કરવા સામે મોટો સવાલ

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
કરોડોના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભો થયાને એક વર્ષ પૂર્ણ થવાના દાવા વચ્ચે કામ અધૂરું - Divya Bhaskar
કરોડોના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભો થયાને એક વર્ષ પૂર્ણ થવાના દાવા વચ્ચે કામ અધૂરું
  • મુળચંદ રોડ ઉપર આવેલા લોકોના ઝૂંપડામાં પાણી ઘૂસી જતાં અને પાણીનો ભરાવો રહેતાં ભારે હાલાકી
  • રૂા. 38 કરોડના ખર્ચે ઉભો કરવામાં આવ્યો છે આ પ્લાન્ટ, એક વર્ષથી ફક્ત પાઈપલાઈન નાંખવાનું કામ બાકી
  • શુદ્ધ પાણી કોઈ સંગ્રહ સ્થળે પહોંચાડવાની વ્યવસ્થા ન હોવાથી રોડ-રસ્તા ઉપર આ પાણી છોડી દેવામાં આવ્યું
  • અસુવિધાને પગલે 500થી વધુ ઝૂંપડામાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણી ફરી વળ્યા, રોગચાળો પણ ફેલાયો

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ મુળચંદ રોડ ઉપર સરકાર દ્વારા ગંદુ પાણી શુદ્ધ કરવા માટે રૂપિયા 38 કરોડના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે. હાલમાં આ પ્લાન્ટનું કામ 90 ટકા જેટલું પૂર્ણ થઇ ચૂક્યું છે, ફક્ત પાઈપલાઈન નાંખવાનું કામ હવે બાકી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના મુળચંદ ગામમાં સરકાર દ્વારા સમગ્ર સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારનું ગંદુ પાણી પમ્પિંગ સ્ટેશન મારફતે પહોંચાડવામાં આવી રહ્યું છે અને પ્લાન્ટમાં પહોંચાડી આ પાણી શુદ્ધ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

આ સમગ્ર પ્લાન્ટ ઉભો કરતા બે વર્ષ જેટલો સમય ગાળો થવા પામ્યો હતો. ત્યારે હાલમાં 90 ટકા જેટલું કામ આ પ્લાન્ટનું પૂર્ણ થઇ ચૂક્યું છે. આ પ્લાન્ટમાં શુદ્ધ થયેલું પાણી બગીચા, ખેતી અને બાગાયતી ખેતી કરનારને આપવામાં આવશે તેવું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ-મુળચંદ રોડ પર રૂપિયા 38 કરોડના ખર્ચે સરકાર દ્વારા પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. હવે ફક્ત પાઇપલાઇનો નાંખવાની બાકી છે, ત્યારે આ પ્લાન્ટમાં સમગ્ર શહેરી વિસ્તારનું વપરાશ થયેલું ગંદુ પાણી શુદ્ધ કરવા માટે આ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પ્લાન્ટમાં પાણી શુદ્ધ કરવા માટે બે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ ઉભો કરવા માટે એન્વાયરો ઇન્ફ્રા એન્જિનિયર પ્રાઇવેટ લિમિટેડને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે ફક્ત પાઈપલાઈનનું કામ છેલ્લા એક વર્ષથી બાકી રહ્યું છે. જેને લઈને અનેક પ્રકારની હાલાકીનો લોકોને સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા એક વર્ષથી કામકાજ પૂર્ણ થઇ ચૂક્યું છે, પરંતુ્ પાલિકા તથા એન્જિનિયરો માટે મોટો સવાલ ઉભો થયો છે. કારણ કે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારનું ગંદુ પાણી તો ત્યાં લઈ જવામાં આવી જ રહ્યું છે, પરંતુ શુદ્ધ પાણી હાલમાં ક્યાં ઠાલવવું તે એક મોટો સવાલ છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, એક વર્ષથી કામકાજ પૂર્ણ ચૂક્યું છે પરંતુ પાઇપલાઇનની તથા કોઈ શુદ્ધ પાણીની વ્યવસ્થા ન થતા હાલમાં જાહેર રોડ રસ્તા ઉપર આ પાણી છોડી મૂકવામાં આવી રહ્યું છે.

કોઈ ખેડૂતો અથવા કોઈ કંપની આ પાણી ખરીદવા હાલમાં તૈયાર થઇ રહ્યા નથી. જેને લઇને કંપની આ શુદ્ધ થયેલા પાણીને રાખવાની પણ કોઈ વ્યવસ્થા હાલ સુધી કરી નથી, જેને લઇને આ પાણી રોડ-રસ્તાઓ ઉપર છોડી મૂકવામાં આવી રહ્યું છે. રોજનું 3.23 લાખ લીટર પાણી રોડ-રસ્તા ઉપર છોડી મૂકવામાં આવી રહ્યું છે. પ્રાથમિક તબક્કામાં બાગ-બગીચા અને બાગાયતી ખેતીને પ્રાધાન્યતા આપવા માટે આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો હતો. પરંતુ ખેડૂતો અથવા બગીચાના માલિક દ્વારા ખરીદવામાં આવી રહ્યું નથી, તેને લઈને આ પ્લાન્ટ નિષ્ફળ ગયો હોય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ થયેલું પાણી હાલ રસ્તાઓ પર છોડી દેવામાં આવી રહ્યું છે. ત્યારે આ પાણીનો ભરાવો હાલ ખુલ્લા પ્લોટમાં થઈ રહ્યો છે. રોડ ઉપર આવેલા પ્લાન્ટમાં રોજનું 3.23 લાખ લીટર પાણીનું શુદ્ધિકરણ થઈ રહ્યું છે, ત્યારે આ પ્લાન્ટમાંથી શુદ્ધ થતું પાણી રોડ પર છોડવામાં આવી રહ્યું છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગરના મુળચંદ રોડ ઉપર આવેલા ખુલ્લા પ્લોટમાં 500થી વધુ ઝૂંપડામાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણી ફરી વળ્યા છે અને રોગચાળો પણ ફેલાયો છે, જેને લઈને રોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં આ મામલે તંત્ર વ્યવસ્થા ઉભી કરે તે હવે જરૂરી બન્યું છે.

બે પ્રકારની ટેકનોલોજીથી આ પ્લાન્ટ હાલમાં કાર્યરત છે ત્યારે આ પ્લાન્ટનું નિર્માણ એન્વાયરો ઇન્ફ્રા એન્જિનિયર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે જ્યારથી નગરપાલિકા આ પ્લાન્ટ શરૂ કરવાની પરમીશન આપશે ત્યારથી પાંચ વર્ષ સુધી આ પ્લાન્ટ એન્વાયરો ઇન્ફ્રા એન્જિનિયર પ્રાઇવેટ લિમિટેડ કંપની ચલાવશે અને ખેડૂતોને, બાગ-બગીચાના માલિકોને શહેરી વિસ્તારમાં વપરાશ થયેલું ગંદુ પાણી શુદ્ધ કરીને ખેડૂતોને વેચશે અને આવક પણ કરશે તેવું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...