તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલા પોલીસ સહાયકની છેડતી:સુરેન્દ્રનગરમાં રોમિયોએ બીભત્સ મેસેજ મોકલ્યા, ‘તુમ મેરા કુછ બિગાડ નહીં શકતી’ કહી ફોટા વાયરલ કરવાની ધમકી આપી સેક્સની માગણી કરી

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લીંબડીની મહિલા પોલીસ કાઉન્સેલરને પણ મેસેજ કર્યો હતો
  • વ્હોટ્સએપ ગૃપ બનાવી 40 જેટલી મહિલા કાઉન્સેલરને એડ કરી બિભત્સ મેસેજ કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશન બેઈઝ સપોર્ટ સેન્ટર મહિલા સહાયતા કેન્દ્રમાં કાઉન્સિલર તરીકે ફરજ બજાવતી મહિલાને જ રોમિયોએ બીભત્સ મસેજ મોકલી જાતિય સંમતિ આપવા માંગણી કરાતા 181 મહિલા હેલ્પલાઈનમાં ફરિયાત નોંધાવવી પડી એટલું જ નહીં રોમિયોએ ગ્રુપ બનાવી 40 જેટલા મહિલા કાઉન્સેલરને બિભત્સ મેસેજ કર્યા.

બિભત્સ માગણી કરી ધમકી આપી
સુરેન્દ્રનગર સીટી એ ડિવીઝન પોલીસ મથકે વઢવાણ જીઆઇડીસી સંત સવૈયાનાથ ટાઉનશીપના રહીશ મહિલા સંગીતાબેને ફરીયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુંજબ તેઓ સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર મહિલા સહાયતા કેન્દ્રમાં કાઉન્સીલર તરીકે ફરજ બજાવે છે. તેઓને વ્હોટ્સ એપમાં અજાણ્યા નંબરમાંથી હાઇ હું સાગર અને કયાંથી નંબર મેળવ્યો પુછતા તેણે મહિલાને બિભત્સ મેસેજ કરતા સંગીતાબેને બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ અન્ય નંબર પરથી મ્યુઝીક સાથે ‘તુમ મેરા કુછ નહીં ઉખાડ શકતા’ના મેસેજ મોકલી, તારા ધણા ફોટા છે તે વાઇરલ કરી દઇશ કહી જાતિય સંમતિ આપવા માંગણી કરી હતી.

ઘણી મહિલાઓને મેસેજ કર્યા
આમ વારંવાર બ્લોક કર્યાબાદ પણ આ શખ્સ મહિલાનો ઇન્ટરનેટ પરથી નંબર મેળવી સતામણી કરતા મહિલાએ ઉપરી અધિકારી રીઝીયોનલ કોઓર્ડીનેટર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીને જાણ કરી 181 મહિલા હેલ્પ લાઇનમાં ફરીયાદ કરી હતી આ ઉપરાંત આ નંબરવાળા શખ્સે લીંબડી પોલીસ સ્ટેશન સેન્ટરના મહિલા કાઉન્સેલર રહે સુરેન્દ્રનગર નિર્મળાબેન રાજેશભાઇ પનારાને પણ મેસેજ કરી બિભત્સ માંગણી કરી હતી. જ્યારે વ્હોટ્સએપ ગૃપ બનાવી 40 જેટલી મહિલા કાઉન્સેલરને એડ કરી બિભત્સ મેસેજ કર્યા હતા. આ અંગે ફરીયાદ નોંધી વધુ તપાસ પીઆઇ વિવેક કુમાર ત્રિવેદી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...