તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:દબાણ હટાવવાના વિરોધમાં મહિલાઓનો પાલિકામાં હલ્લાબોલ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગરમાં મંગળવારે વધુ 45 દબાણ સ્વૈચ્છિક દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી

સુરેન્દ્રનગર શહેરમાં રિવરફ્રન્ટ પર તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે. જેને લઇને અસંતોષ સાથે મહિલાઓ સાથે રહીશોનું ટોળું પાલિકામાં દોડી આવીને હલ્લાબોલ મચાવ્યો હતો. અમને રહેવા માટે ઘર નથી તાત્કાલિક બદાણ હટાવવામાં આવે તો અમે રઝળી પડીએ તેમ છે. આથી સમય આપવાની માગ કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં દબાણની મોટી સમસ્યા છે. જાહેર રસ્તાઓથી લઇને અંતરીયાળ વિસ્તારમાં ઠેરઠેર દબણ જોવા મળી રહ્યા છે. આવા સમયે કલેક્ટર એ.કે.ઓરંગાબાદકર ખાસ કરીને રિવરફ્રન્ટ ઉપર બદાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે. મંગળવારે પણ વધુ 43 લોકોને ગેરકાયદે દબાણ દૂર કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. જેને લઇને સ્થાનિક લોકોમાં અસંતોષ સાથે રોષની લાગણી ફેલાઇ હતી. જેને લઇને મોટી સંખ્યામાં મહિલાઓ અને લોકો સંયુક્ત પાલિકામાં દોડી આવ્યા હતા. અને પોતાના સર ઉપરથી છત છીનવાઇ જવાની વાતને લઇને રજૂઆત કરી હતી.

સ્થાનિકોએ એવી રજૂઆત કરી હતી કે અહીંયા રહેવાવાળા મોટાભાગના રોજનું રળીને રોજનું ખાવાવાળા છે. તેમની પાસે રહેવા માટે ઘર નથી અને આથી જ છાપરા બનાવીને રહે છે. માથે ચોમાસાનો સમય છે. ઘર વગરના લોકો બાળબચ્ચા સાથે કયા રહેવા માટે જશે. આથી તેમને દબાણ હટાવવા માટે સમય આપવામાં આવે તેવી માંગ કરી હતી. આ ઉપરાંત એવી પણ રજૂઆત કરી હતી કે કેટલાક લોકો એવા પણ છે કે જેમની પાસે મકાનના દસ્તાવેજ છે. વેરો પણ ભરે છે. તેમને પણ નોટીસો આપવામાં આવી છે જે અન્યાયકર્તા છે.

આ બાબતે સિટી મામલતદાર એન.એચ.પરમારે જણાવ્યુ કે સિટી સર્વેની હદની બહાર જે દબાણો કરવામાં આવ્યા છે તેમને દબાણ દૂર કરવાની સુચના આપવામાં આવી છે. સિટી સર્વેની હદમાં જે દબાણો છે તે દૂર કરવાની કામગીરી સિટી સર્વે વિભાગ કરશે.

અન્ય સમાચારો પણ છે...