તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:જિલ્લામાં મહિલાઓએ રસીમાં 5 લાખના આંકને પાર કર્યો, બુધવારે 13222 લોકોએ રસી લીધી

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં બુધવારે રસીકરણનો લોકોઅે લાભ લીધો. - Divya Bhaskar
જિલ્લામાં બુધવારે રસીકરણનો લોકોઅે લાભ લીધો.
  • 8.70 લાખ પ્રથમ અને 1.92 લાખે બીજો ડોઝ લીધો

સુરેન્દ્રનગર જિલ્લામાં 69 કેન્દ્ર પર રસીકરણ યોજાતા સાંજના 6 કલાક સુધીમાં 13222 લોકોએ રસી લીધી હતી. જિલ્લામાં અત્યાર સુધીમાં 5 લાખના આંકના પાર કરીને 5,04,740 મહિલાઓએ રસી મૂકાવી હતી. જેના કારણે જિલ્લામાં પુરૂષ-મહિલાઓ સહિત કુલ 10,62,473 લોકોનું રસીકરણ થયું હતું. જિલ્લામાં રસીને લઇને મહિલાઓમાં જાગૃતતા આવી છે. અત્યાર સુધીમાં 5 લાખના આંકના પાર કરીને 5,04,740 મહિલાઓએ રસી લીધી હતી.

જિલ્લામાં 1 સપ્ટેમ્બરે 13222 લોકોએ રસીનો લાભ લીધો હતો. 8,70,250 લોકોએ પ્રથમ ડોઝ તેમજ 1,92,223 લોકોએ બીજા ડોઝ સાથે કુલ 10,62,473 લોકોનું રસીકરણ થયું હતું. જેમાં 5,57,561 પુરૂષોનો પણ સમાવેશ થાય છે. કુલ રસીકરણમાં કોવિશીલ્ડની 9,31,121 અને 1,31,352 કોવેક્સિનની રસીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

7212એ પ્રથમ, 6010એ બીજો ડોઝ લીધો

સમયપ્રથમબીજો18-4445-6060થી ઉપરકુલ
9257007
1016706220486
111164204128440536
124698881018265741357
1942102412854851961966
286984311094191841712
3126975313364492372022
4149691315555892652409
59326729954181911604
611014229123812301523
કુલ7212601086913110142113222

રસી લેવા માટે વૃદ્દો સહિતનાઓએ નીચે બેસી રસી લીધી, ડોક્ટર સામે ફરિયાદ મળતા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે : તંત્ર

ધ્રાંગધ્રામાં વેક્સિનેશન કેમ્પમાં ડોક્ટરો મોબાઇલમાં મશગુલ
ધ્રાંગધ્રામાં વેક્સિનેશન કેમ્પમાં ડોક્ટરો મોબાઇલમાં મશગુલ

ધ્રાંગધ્રા નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ ત્રણમાં ચાલતા વેકસિનેશન કેમ્પમાં ડોક્ટરો ખુરશીમાં બેસી મોબાઇલમાં મશગુલ જોવા મળ્યા. વૃધ્ધો સહિતનાને નીચે બેસવું પડ્યું હતું. નગરપાલિકા પ્રમુખ, ચીફઓફીસર, મીડિયાએ મુલાકાત લેતા જોવા મળતા જિલ્લા આરોગ્ય અધિકારી સહિતનાને ફરિયાદ કરાઈ હતી. નગરપાલિકા પ્રમુખ કલ્પનાબેન રાવલ, ઉપપ્રમુખ રફીકભાઈ ચૌહણ, કારોબારી ચેરમેન ગાયત્રીબા એમ.રાણા, ચીફ ઓફીસર રાજુભાઈ શેખ સહિત ધ્રાંગધ્રા નગરપાલિકા વિસ્તારમાં ચાલતા રસીકરણ કેન્દ્ર તેમજ દરેક વોર્ડની મુલાકાત લીધી હતી. નગરપાલિકા પ્રમુખ, ચીફઓફીસર સહિતનાને કોઈ રિસ્પોન્સ નહીં આપી બેસી મોબાઇલ રમી રહ્યા હતા. જિલ્લા આરોગ્ય અધિકારી ડો ચંદ્રામંણી અને તાલુકા આરોગ્ય અધિકારી ડો.ધવલભાઈ પટેલે જણાવ્યું કે આ અંગે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...