દર્શને ના પહોંચી શકાયું:અમદાવાદથી ચોટીલા દર્શને પગપાળા જતી મહિલાનું લીંબડી હાઇવે અકસ્માતમાં મોત

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદથી ચોટીલા દર્શને પગપાળા જતી મહિલાનું લીંબડી હાઇવે અકસ્માતમાં મોત - Divya Bhaskar
અમદાવાદથી ચોટીલા દર્શને પગપાળા જતી મહિલાનું લીંબડી હાઇવે અકસ્માતમાં મોત
  • લીંબડી હાઇવેના જાખણ ગામના પાટીયા પાસે અકસ્માતનો બનાવ બન્યો

સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઇવે ઉપર અકસ્માતોનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે જાણે રસ્તા ઉપર પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના લીંમડીના જાખણ ગામના પાટિયા પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદથી ચોટીલા ચામુંડા માતાજીના દર્શન માટે જતા પદયાત્રીના સંઘની મહિલાને કાર ચાલકે હડફેટે લેતા ગંભીર હાલતમાં ઘટના સ્થળ ઉપર કમકમાટીભર્યુ મોત નિપજયું છે.

આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઇવે ઉપર ઝાખર ગામના પાટિયા પાસે અમદાવાદથી ચોટીલા દર્શન માટે પગપાળા જતાં જશીબેન ઠાકોરને કાર ચાલકે હડફેટે લેતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પાણશીણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...