મુંબઇની મહિલાને મળ્યો સુરેન્દ્રનગરમાં સહારો:દીકરી અને પતિના અસહ્ય ત્રાસથી કંટાળી મહિલાએ ઘર છોડવું પડ્યું, મહિલાએ વેદના ઠાલવી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પતિ-દીકરીના ત્રાસથી કંટાળી મુંબઇ ખાતે રહેતી મહિલા ઘર છોડી સુરેન્દ્રનગર આવી પહોંચી
  • સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને આરપીએફના જવાને પૂછપરછ કરતાં મહિલાએ વેદના ઠાલવી
  • મહિલાને સુરેન્દ્રનગરના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય માટે મોકલી અપાયાં

પતિ અને દીકરીના ત્રાસથી કંટાળી મુંબઇ ખાતે રહેતી મહિલા ઘર છોડી સુરેન્દ્રનગર આવી પહોંચી હતી. જો કે મહિલા હેલ્પલાઇનની ટીમ મદદે આવતાં મહિલાને સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલી આપવામાં આવી હતી.

મુંબઇ ખાતે રહેતી મહિલાના લગ્ન 14 વર્ષ પહેલા થયા હતા. જેને સંતાનમાં 13 વર્ષની દીકરી છે. તેનો પતિ મારકૂટ કરતો હોવાથી તેમજ તું અમારા ઘરેથી નીકળી જા એમ કહેતો હોવાથી તેમજ તેની દીકરી પણ અમારે તારી જરૂર નથી એમ કહેતી હોવાથી માનસિક રીતે કંટાળી મહિલાએ ઘર છોડી દીધું હતું. તેમજ કોઇને કહ્યા વગર તેઓ ટ્રેનમાં બેસી ગયાં હતાં.

જામનગરમાં રહેતા તેમના માસીના ઘરના સરનામાની જાણકારી ન હોવાથી મહિલા ત્યાંથી નીકળી અલગ અલગ શહેરમાં ફરતા ફરતા સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને આરપીએફની નજરમાં આવી હતી. પૂછપરછમાં મહિલાએ પોતાની વેદના ઠાલવી પોલીસને કહ્યું હતું કે મારે ઘરે જવું નથી. તેથી 181 મહિલા હેલ્પલાઇનને જાણ કરાતાં કાઉન્સિલર રૂચિતા અને કોન્સ્ટેબલ જાગૃતિબેનની ટીમે સુરેન્દ્રનગરના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાને આશ્રય માટે મોકલી આપ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...