• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • With The Hard Work Of Visnagar Village Mahila Sarpanch, Mahila Health Officer And Mahila Asha Bahan Of Patdi, 100% Vaccination Was Done And Korona Was Released.

100% વેક્સિનેશન ગામ:પાટડીનું વિસનગર ગામ મહિલા સરપંચ, મહિલા હેલ્થ ઓફીસર અને મહિલા આશા બહેનની મહેનતથી 100% વેક્સિનેશન સાથે થયું કોરોના મુક્ત

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટડી તાલુકાના કુલ 89 ગામોમાંથી 79 ગામોમાં 100% વેક્સિનેશન પૂર્ણ - Divya Bhaskar
પાટડી તાલુકાના કુલ 89 ગામોમાંથી 79 ગામોમાં 100% વેક્સિનેશન પૂર્ણ
  • પાટડી તાલુકાના કુલ 89 ગામોમાંથી 79 ગામોમાં 100% વેક્સિનેશન પૂર્ણ

પાટડી તાલુકાના કુલ 89 ગામોમાંથી 79 ગામોમાં 100% વેક્સિનેશન પૂર્ણ થયું છે. ત્યારે પાટડી તાલુકાનું અને જિલ્લાનું છેવાડાનું વિસનગર ગામ કે જ્યાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. કોરોનાની પહેલી લહેરમાં કોરોનાના 4 પોઝિટિવ કેસ નોંધાયા બાદ આરોગ્યની ટીમ અને સરપંચ,તથા ભૂતપૂર્વ સરપંચ દ્વારા ગામ લોકોને જાગૃત કરી સતત મોનિટરિંગ રાખી ઉકાળા વિતરણ, નાસ અપાવી કોરોનાની બીજી લહેરમાં ગામને સંપૂર્ણ કોરોના મુક્ત બનાવવાની સાથે 100% વેક્સિનેશનમાં પણ સફળ રહ્યું છે.

પાટડી તાલુકાના કુલ 89 ગામોમાંથી 79 ગામોમાં 100% વેક્સિનેશન પૂર્ણ થયું છે, જ્યારે બાકીના 10 ગામોમાં પણ 75%થી વધારે વેક્સિનેશન થઇ ગયું છે. ત્યારે પાટડી તાલુકાના સૌથી છેવાડે આવેલા વિસનગર આરોગ્ય ટીમમાં કમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે કાર્યરત ક્રિસ્ટીના સમુબેન પરમાર તથા વિસનગરના મહિલા સરપંચ દ્વારા ગામ લોકોને કોરોના અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.જેના પરિણામે આજે પાટડી તાલુકાના વિસનગરના ગ્રામજનો કોરોનાની બીજી લહેરથી સંપૂર્ણ કોરોના મુક્ત રહી શક્યા છે.

પાટડી તાલુકાનું વિસનગર ગામ જિલ્લાનું છેવાડાનું ગામ છે. વિસનગર 1266ની વસ્તી ધરાવે છે. અને ગામમાં મહિલા સરપંચ અને આરોગ્ય ટીમના સહિયારા પ્રયાસથી ગામમાં કોરોનાની રસી અંગે જાગૃતતા લાવવાના કારણે વિસનગરમાં 100% કોરોના વેક્સિનેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. વિસનગરમાં મોટા ભાગે અશિક્ષિત લોકો રહે છે, તેમ છતાં સરપંચ અને આરોગ્યની ટીમના સહિયારા પ્રયાસ થકી ગ્રામજનો રસીકરણમાં પૂર્ણ સહકાર આપ્યો હતો,જે ભણતર કરતાં ગણતર વધારે તે સુત્રને સાર્થક કરે છે.

પાટડી તાલુકાના વિસનગર ગામના મહિલા સરપંચ, આરોગ્ય ટીમના કમ્યુનિટી હેલ્થ ઓફિસર, ક્રિસ્ટીના સમુએલ પરમાર,તથા આરોગ્ય સ્ટાફના વૈશાલીબેન ગોસ્વામીના સહિયારા પ્રયાસથી ગામને સંપૂર્ણ કોરોના મુક્ત રાખવામા સફળતા મેળવી શક્યા છે. આ ગામની ત્રણેય મહિલાઓએ મળી વિસનગર ગામને કોરોના મુક્ત રાખવામાં સફળતા મેળવી છે જે નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ગામ લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે, અમારું વિસનગર ગામ સુરેન્દ્રનગરનું છેવાડાનું ગામ છે અને અમારું ગામ સમરસ ગામ બનવા પામ્યું હતું. વિસનગરના ભૂતપૂર્વ સરપંચ જીતેન્દ્રસિંહ જેમના પત્ની હાલ વિસનગરના સરપંચ તરીકે કાર્યરત છે, તેઓની સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “સમગ્ર ગ્રામજનોના સહકાર થકી તથા પાટડી પ્રાંત અધિકારી ઋતુરાજ જાદવ અને આરોગ્યની ટીમનો સહકાર મળવાથી અમે અમારા ગામને કોરોના મુક્ત રાખી શકવામાં સફળ થયા છીએ

વિસનગર રણમાં ઘૂંટણસમા પાણીમાં 33 લોકોનું વેક્સિનેશન

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ કોરોના વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જ્યારે હાલમાં ભારે વરસાદની સાથે રૂપેણ, બનાશ અને સરસ્વતિ નદીનું પાણી રણમાં ઠલવાતા હાલ રણ મીની સમુદ્રમાં ફેરવાયેલું છે. ત્યારે ઝીંઝુવાડાથી 23 કિ.મી.દૂર આવેલા વેરાન રણમાં આવેલી વાછડાદાદાની જગ્યામાં રહેતા લોકોના વેક્સિનેશનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં આરોગ્ય વિભાગની ટીમેં ઝીંઝુવાડા રણમાં ઘૂંડણસમા પાણીમાં જઇને કુલ 33 લોકોને કોરોના વેક્સિનેશનનો ડોઝ આપી માનવતાની મહેંક પ્રસરાવવાનું કામ કર્યું હોવાનું વાછડાદાદાના ટ્રસ્ટી વિજુભા ઝાલાએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...