તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષા રોપણ સાથે આસ્થા:પાટડી વર્ણીન્દ્રધામ મંદિરમાં 3000 રોપાઓના વાવેતરના પ્રારંભ સાથે શ્રદ્ધાળુઓ માટે ભગવાનના દ્વાર ખુલ્યા

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટડી વર્ણીન્દ્રધામ મંદિરમાં 3000 રોપાઓના વાવેતરના પ્રારંભ સાથે શ્રદ્ધાળુઓ માટે ભગવાનના દ્વાર ખુલ્યા - Divya Bhaskar
પાટડી વર્ણીન્દ્રધામ મંદિરમાં 3000 રોપાઓના વાવેતરના પ્રારંભ સાથે શ્રદ્ધાળુઓ માટે ભગવાનના દ્વાર ખુલ્યા
  • પાટડી વર્ણીન્દ્ર ધામ મંદિર તથા પ્રદર્શન ભક્તો માટે ખુલ્લું મુકાયું

પાટડી ખાતે વિરમગામ રોડ પર આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયનું વર્ણીન્દ્રધામ સ્વામિનારાયણ મંદિરના દર્શન ભાવિકો માટે ખુલ્લા કરવામાં આવ્યા છે. સાથે પાટડી વર્ણીન્દ્રધામ મંદિરમાં 3000 રોપાઓના વાવેતરનો પ્રારંભ પણ કરવામાં આવ્યો હતો.

સ્વામિનારાયણ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે ભગવાનના દ્વાર ખુલ્યા

પાટડી ખાતે વિરમગામ રોડ પર આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયનું વર્ણીન્દ્રધામ સ્વામિનારાયણ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે ભગવાનના દ્વાર ખુલ્યા હતા. સરકારની સુચના મુજબ પાટડી વર્ણીન્દ્ર ધામ મંદિર તથા પ્રદર્શન ખુલ્લું મુકાયું હતુ. આ અંગે મંદિરના શ્રી સર્વ મંગલ દાસજી સ્વામીના જણાવ્યા અનુસાર, સરકારની ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરવુ, ડિસ્ટન્સ રાખવું વગેરે નિયમોનુ સ્વયંભૂ રીતે પોતે જ પાલન કરી પોતાનું અને અન્યનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે એ પ્રમાણે દર્શન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. અને 13 તારીખને રવિવારના રોજથી સહુ કોઈ શ્રદ્ધાવાન ભાવિકો દર્શનનો તેમજ ભોજન પ્રસાદનો લાભ લઇ શકે છે એવી જાણકારી આપવામાં આવી હતી.

ભગવાનને સંતોએ ચંદન ઘસીને ચંદનનાં વસ્ત્રો ધારણ કરાવી વિશેષ પૂજા કરી ઉનાળાની ગરમી અને જેઠ માસના પ્રારંભે ગંગા દશહરાના પવિત્ર દિવસે શ્રી નીલકંઠ વર્ણીન્દ્ર ભગવાનને સંતોએ ચંદન ઘસીને ચંદનનાં વસ્ત્રો ધારણ કરાવી વિશેષ પૂજા કરી હતી. તારીખ 13ને રવિવારના રોજથી નિત્ય સવારે 5-25 કલાકે મંગળા આરતી, 108 જળના ઔષધિઓ યુક્ત કળશનું પૂજન બાદ પંચામૃતથી ભગવાનને અભિષેક સંતો દ્વારા કરવામાં આવશે. જ્યારે 7-45 કલાકે શણગાર આરતી, 10-30 રાજભોગ થાળ, 11-10 કલાકે રાજભોગ આરતી 12-15 કલાકે ઠાકોરજી વિશ્રામ કરશે. 3:30 વાગે ઠાકોરજી જાગશે, 06:15 મિનિટે હાથી સાથે રથયાત્રા નીકળશે. 7-00 વાગે અતિ રમણીય દર્શનીય સંધ્યા આરતીનો લાભ મળશે. અને 8-30 કલાકે ભગવાન શયન કરશે.

આ અંગે શ્રી વર્ણીન્દ્રધામના પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર ખાર ભૂમિને ભાવતા વૃક્ષો દાડમ, ગુંદા, બદામ, વાસ, આમળા, આંબલી અને લીમડા વગેરેના 3000 હજાર ઉપરાંત વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. જેનો પ્રારંભ આજે વર્ણીન્દ્રધામના મહંત સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના હસ્તે શ્રી આનંદ સ્વામી દ્વારા કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...