છેતરપિંડી:સુરેન્દ્રનગરના ITIના નિવૃત્ત કર્મી સાથે રૂ. 67,200ની ઠગાઈ, ચેકમાં ખોટી સહી કરી નાણા ઉપાડી લીધા

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સર્વિસમાં આપેલી કારમાં ચેકબુક ભૂલી ગયા હતા

સુરેન્દ્રનગરમાં રહેતા અને આઇટીઆઇમાંથી નિવૃત થયેલા ફોરમેને કાર સર્વિસ કરાવવા મૂકી હતી. જેમાં કારમાં રહેલી ચેકબુકમાં ખોટી સહી કરી ખાતામાંથી રૂ. 67,200ની ઉઠાંતરી કરાઇ હતી. આ બનાવની એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરની ગાયત્રી સોસાયટીમાં રહેતા 62 વર્ષીય વિશુભા સતુભા ઝાલા આઇટીઆઇમાંથી ફોરમેન તરીકે નિવૃત થયા છે. 15 સપ્ટેમ્બરે તેઓએ અલંકાર સીનેમા રોડ પર આવેલા નેશનલ ગેરેજમાં કાર સર્વિસ કરાવવા આપી હતી. જ્યાંથી બાજુમાં આવેલા સંધી ગેરેજ ખાતે કાર ધોવડાવવા આપી હતી. જ્યાંથી કાર લઇને તેઓ નીકળ્યા બાદ ચેકબુક શોધી હતી. પરંતુ કારમાં ન મળતા કદાચ ઘરે રહી ગઇ હશે તેમ તેઓએ માન્યુ હતુ.

આ દરમિયાન કારમાં રહેલી ચેકબુકમાં ખોટી સહી કરી ખોટા ચેકને બેંકમાં સાચા ચેક તરીકે રજૂ કરી સોહિલ અજીતભાઇ સંધીએ વીશુભાના ખાતામાંથી તા. 8-10-2020ના રોજ રૂ. 67,200ની ઉઠાંતરી કરી હતી. આ બનાવની એ ડિવિઝન પોલીસ મથકે વિશુભા ઝાલાએ સોહિલ સંધી સામે ચેકનો ખોટો દુરૂપયોગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એ.એસ.આઇ. એચ.કે.સોલંકી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...