બેઠક:ગેસના ભાવમાં રૂ.10.50નો વધારો થતા થાનના ઉધોગકારોએ બેઠક બોલાવી

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગેસના ભાવમાં રૂ.10.50નો વધારો થતા થાનના ઉધોગકારોએ બેઠક બોલાવી - Divya Bhaskar
ગેસના ભાવમાં રૂ.10.50નો વધારો થતા થાનના ઉધોગકારોએ બેઠક બોલાવી
  • છાસવારે ગેસના ભાવ વધતા 90 દિવસના કરારમાંથી મુકતી આપો- ઉધોગકારો
  • ગાંધીનગર જઇ સીએમને રજૂઆત કરવામાં આવશે

વિશ્વના બજારમાં ટકી રહેવા માટે મથામણ કરી રહેલા થાના સિરામીક ઉધોગ સામે એક પછી એક નવી આફત આવી રહી છે ત્યારે વધુ એક વાર ગેસના ભાવમાં રૂ.10.50નો વધારો થતા ઉધોગકારો ભીસમાં મુકાઇ ગયા છે. આ માટે બુધવારે ઉધોગકારોએ તાકીદની બેઠક બોલાવી હતી. જેમાં ગેસ લેતા પહેલા 90 દિવસ પહેલા જે કરાર કરવાનો થાય છે તેમાંથી મુક્તિ આપવાની માંગ કરવાનો બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

ઝાલાવાડની આગવી ઓળખ એ થાનનો સિરામીક ઉધોગ છે. આ ઉધોગને કારણે 50 હજારથી વધુ લોકોની રોજી રોટી ચાલી રહી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી થાનના સીરામીક ઉધોગને બજારમાં ટકવુ મુશ્કેલ બની ગયુ છે. જેમાં ખાસ કરીને કાચા માલના ભાવ વધી રહયા છે તેની સામે તૈયાર માલના ભાવમાં કોઇ વધારો થયો નથી. આથી સીરામીક ઉધોગની હાલત કફોડી બની ગઇ છે ત્યારે ગેસ કંપની દ્રારા છાસવારે ગેસના ભાવમાં કરવામાં આવેલા વધારાએ ઉધોગકારોની આર્થિક કમ્મર ભાંગી નાખી છે. થોડા દિવસો પહેલા જ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો ત્યારે બે દિવસ પહેલા વધુ એક વાર ગેસના ભાવમાં રૂ.10.50નો વધારો જીકી દેવામાં આવ્યો છે. આથી એક કિલો ગેસનો ભાવ છેક રૂ.50.26 રૂપીયા થઇ ગયો છે.

મંદીના માહોલમાં ઉધોગકારોને આ વધેલો ભાવ પોસાય તેમ નથી અને આથી જે બુધવારે સીરામીક એકમના માલિકોએ બેઠક બોલાવી હતી.જેમાં સુરેશભાઇ સોમપુરા, પ્રભુદાસ પ્રજાપતી, દીનુભાઇ ભગત, કિરીટભાઇ પ્રજાપતિ, કાળુભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ સહિતઉધોગકારો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં કંપની છેલ્લા ત્રણ મહિનામાં કેટલો ગેસ ખરીદશે તેના માટે 90 દિવસ પહેલા કંપની સાથે કરાર કરીને ગેસની વપરાસની સાથે ભાવ નકકી કરવાના હોય છે. કરાર કર્યા બાદ કંપની તો વધારેલા ભાવનું બીલ આપી દે છે પરંતુ સામે જે માલના ઓર્ડર લીધા હોય તેમાં ભાવ વધારો ન કરી શકવાને કારણે ઉધોગકારોને બેવડો માર પડે છે.

આથી આગામી સમયમાં ગેસ કંપની આ જે 90 દિવસ પહેલા કરાર કરવાનો થાય છે તેમાથી મુકતી આપે તેવી રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત વીજ કંપનેને પણ ભાવ ઘટાડવા માટે રજૂઆત કરવામાં આવશે. થાનના સીરામીક ઉધોગને જોડતા શહેર ફરતા 30 કિ.મી વિસ્તારના રસ્તાઓ જે ઉબડ ખાબડ છે તેને પણ નવા બનાવવા માંગ કરીને ગાંધીનગર મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરવામાં આવશે.

થાનગઢ સિરામીક ઉધોગકારોએ ગેસનાભાવ વધારા સહિત વિવિધ પ્રશ્નો અંગે બેઠક બોલાવી હતી.

અન્ય સમાચારો પણ છે...