આવેદન:અમારી માગણી પૂરી કરોની બૂમ સાથે તલાટીઓ સરકારી સોશિયલ મીડિયા ગ્રુપમાંથી નીકળી ગયા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લા તલાટી મંડળનું કલેક્ટર કચેરી, ડીડીઓ કચેરીએ આવેદન. - Divya Bhaskar
જિલ્લા તલાટી મંડળનું કલેક્ટર કચેરી, ડીડીઓ કચેરીએ આવેદન.
  • જિલ્લામાં માગણીઓ નહીં સંતોષાતા તલાટીઓનું કલેક્ટર, ડીડીઓને આવેદન
  • પ્રમોશન, સળંગ નોકરી, જિલ્લા ફેરબદલી, તલાટીઓ પર હુમલા સહિતની માગો પૂરી કરવા જણાવ્યું

ગુજરાત સરકાર પાસે તલાટી મંડળે કરેલી માગણીઓ પુરી ન થતા તલાટીઓ લડાયક મૂડમાં આવી ગયા છે. જેમાં સુરેન્દ્રનગર કલેક્ટર, ડીડીઓ કચેરીમાં આવેદન પાઠવી પ્રમોશન, સળંગ નોકરી, આંતરીક ફેરબદલી, તલાટીઓ પર ફરજ દરમિયાન હુમલા સહિતની માગ પૂરી કરવા જણાવ્યું હતું. જ્યારે આંદોલનના ભાગરૂપે માગ સંતોષાય નહીં ત્યાં સુધી સરકારી સોશીયલ મીડિયા ગ્રુપમાંથી રીમુવ થયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લા તલાવટી કમ મંત્રી મહામંડળ પ્રમુખ જયપાલસિંહ મસાણી, ધર્મેશકુમાર પેઢડીયા, લીંબડી તલાટીમંડળ પ્રમુખકિશોરસિંહ રાણા, નિતીનભાઇ ગોલાણી સહિત તલાટી મંડળના સભ્યોએ કલેક્ટર અને ડીડીઓકચેરીએ આવેદન પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા મુંજબ તલાટી મંડળોએ દ્રિતીય પગાર ધોરણ મંજુર કરવા, તલાટીઓને પ્રમોશન આપવા, રેવન્યુ તલાટીને પંચાયત તલાટી મંત્રીમાં મર્જ કરવા બાબત, 2006ની ભરતી તલાટીઓને સળંગ નોકરી ગણવા, ઇટાસની મદદથી તલાટીની હાજરી નિર્ણય રદ કરવા, આંતર જિલ્લા ફેરબદલી, પંચાયત વિભાગ સિવાય અન્ય ફરજ તલાટીઓને ન સોંપવા, તલાટીઓને ફરજ મોકુફી બાબત, ફરજદરમિયાન તલાટીઓ પર હુમલા, ખાલી જગ્યાઓ પર ભરતી સહિત પ્રશ્નો રજૂઆત કરી હતી.

જેનો 2018ની તલાટીઓની હડતાલ બાદ નાયબમુખ્યમંત્રીએ હકારાત્મક ઉકેલ લાવવા બાંહેધરી આપવા છતા પ્રશ્નો હલ થયા નથી. આમ વારંવાર રજૂઆત છતા તલાટીઓના પ્રશ્નોનો ઉકેલ ન આવ્યુનથી આથી ગુજરાત તલાટી મંડળના આયોજન મુંજબ તબક્કાવાર આંદોલનના ભાગરૂપે પ્રથમ દિવસે પડતર પ્રશ્નોનો નિરાકરણ ન આવે ત્યાં સુધી સરકારી કચેરી, અધિકારી, કર્મચારી સાથેના તમામ વ્હોટ્સએપગૃપમાંથી રીમુવ થયા હતા.

તલાટી મંડળની તબક્કાવાર આંદોલનની જાહેરાત
તલાટી મંડળ 20-9એ કાળી પટ્ટીધારણ કરી ફરજ બજાવી વિરોધ કરશે. 27-9એ ફરજ પર હાજર રહી પેનડાઉન કરશે, 1-10એ માસ સીએલ મુકી તાલુકા કચેરીઓએ દેખાવો. તે દિવસની ઓનલાઇન કામગીરી અને મહેસુલી કામગીરીનો બહિષ્કાર કરશે. 7-10એ જિલ્લા પંચાયત કચેરીએ બેનરો સાથે ધરણા, 12-10એ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ એક દિવસના ધરણા કરશે.

અન્ય સમાચારો પણ છે...