સાંસદની જન આશિર્વાદ યાત્રા:સુરેન્દ્રનગર જિલ્લામાં ધાર્મિક સ્થળોના આર્શીવાદ લેશે, સૈનીકો, શહિદ પરિવાર, ખ્યાતનામ વ્યક્તિઓ અને ઉદ્યોગપતિઓને મળશે

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
સુરેન્દ્રનગર જિલ્લામાં ધાર્મિક સ્થળોના આર્શીવાદ લેશે, સૈનીકો, શહિદ પરિવાર, ખ્યાતનામ વ્યક્તિઓ અને ઉદ્યોગપતિઓને મળશે
  • ત્રણ દિવસ જિલ્લાના 10 જગ્યાએ યાત્રા ફરશે અને બે સભાઓ પણ કરાશે
  • કેન્દ્રના મંત્રી ડો. મહેન્દ્રભાઇ મુંજપરા સમગ્ર જિલ્લામાં વિવિધ સ્થળોએ ફરશે

સુરેન્દ્રનગર જિલ્લામાં 3 દિવસ ફરશે જન આશિર્વાદ યાત્રા ફરશે જેમાં ધાર્મિક સ્થળોના આર્શીવાદ લેશે અને સૈનીકો, શહિદ પરિવાર, ખ્યાતનામ વ્યક્તિઓ અને ઉદ્યોગપતિઓ સહિતનાઓને મળશે. સુરેન્દ્રનગર જિલ્લાના 10 જગ્યાએ યાત્રા ફરશે અને બે સભાઓ પણ કરાશે. જેમાં કેન્દ્રના મંત્રી ડો. મહેન્દ્રભાઇ મુંજપરા સમગ્ર જિલ્લામાં વિવિધ સ્થળોએ ફરશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં 3 દિવસ ફરશે જન આશિર્વાદ યાત્રા ફરશે જેમાં આ યાત્રામાં પ્રદેશના હોદેદારો, મંત્રીઓ, પ્રભારીઓ અને જિલ્લાના હોદેદારો ઉપસ્થિત રહેશે. કેન્દ્રના મંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ડોક્ટર મહેન્દ્રભાઇ મુજપરા મંત્રી બન્યા બાદ પ્રથમવાર સુરેન્દ્રનગર જિલ્લામાં આવી રહ્યા છે. અને એ પણ જન આશિર્વાદ યાત્રા લઇને. આ યાત્રા 16 તારીખથી સુરેન્દ્રનગર જિલ્લાની શરૂઆત થસે ,તા.17એ સાયલા, મુળી અને ચોટીલા સહીતના વિસ્તારોમાં ફરશે. જ્યારે તા. 18એ ધ્રાંગધ્રા, માલવણ, પાટડી, લખતર, વિરમગામ અને સુરેન્દ્રનગરમાં ફરશે.

આમ ત્રણ દિવસ સુધી આ યાત્રા જિલ્લાની તમામ વિધાનસભા સીટોમાં ફરશે અને જન જન સુધી પહોંચી આશિર્વાદ લેશે. આ યાત્રાના કાર્યક્રમ અને રૂટો નક્કી કરવા માટે આજે સુરેન્દ્રનગરમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ બેઠક સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી નીતીનભાઇ ભારદ્વાજ અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણાએ લીધી હતી. આ બેઠકમાં પ્રદેશના હોદેદારો, વિવિધ મોરચાના હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતા. આ મેરોથોન મીટીંગમાં તમામ કાર્યક્રમોનો રુટ નક્કી કરી વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ યાત્રામા ડો. મહેન્દ્રભાઇ મુંજપરાનુ ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...