સેવાલક્ષી સંકલ્પ:પિતાની ક્ષત્રછાયા ગુમાવી દેનારી દીકરીના લગ્નમાં વિનામૂલ્યે વાડી અને વાસણો આપશે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરના યુવાને સંતો મહંતોની હાજરીમાં જન્મ દિવસે સંકલ્પ  લીધો હતો - Divya Bhaskar
સુરેન્દ્રનગરના યુવાને સંતો મહંતોની હાજરીમાં જન્મ દિવસે સંકલ્પ લીધો હતો
  • સુરેન્દ્રનગરના યુવાનનો જન્મ દિવસે સંકલ્પ લીધો : વૃક્ષવાવેતર, શ્રદ્ધાંજલિ સેવા,બ્લડ ડોનેશનનો સંકલ્પ બાદ યુવાનની વધુ એક ટેક

ઘણા શોખીન યુવાનો પોતાના જન્મ દિવસની ધામધુમથી રંગેચંગે ઉજવણી કરતા હોય છે.ત્યારે સુરેન્દ્રનગરમાં વીજય આનંદ કેટરસ નો વ્યવસાય કરતો યુવાન પોતાના જન્મ દિવસે એક સેવાકિય સંકલ સાથે ઉજવણી કરી રહયો છે. ગુરૂવારે યુવાનનો જન્મ દિવસ હતો તે દિવસે એવો સંકલ્પ દિધો છે કે સુરેન્દ્રનગર જિલ્લાના વતની હોય અને દેશ માટે શહિદ થનાર આર્મીમેન કે શહિદ પોલીસની દિકરી હોય કે પછી જે દિકરીના પીતાનું અવસાન થયુ હોય અને આર્થિક સ્થીતી સારી ન હોય તેવી દિકરીના લગ્ન પ્રસંગમાં પોતાની વાડી, મંડપ અને વાસણો વિનામુલ્યે આપશે આટલુ જ નહી.

પરંતુ જો 200 મણશોનો જમણવાર હશે તો જમણવારનો ખર્ચ પણ આ યુવાન કરશે. સુરેન્દ્રનગરમાં વિજય આનંદ કેટરસની શરૂઆત સ્વ.ધીરૂભાઇ ખીમજીભાઇ પ્રજાપતીએ કરી હતી. રાજયમાં જયારે પણ મોટા રસોડા હોય ત્યા તેઓ જતા અને સેવાની ભાવના સાથે ધાર્મિક કાર્યક્રમોમાં રસોઇ બનાવી આપવાનુ ઉમદા કાર્ય કરતા હતા. તેમના અવસાન બાદ દિકરા જયદિપભાઇ માથરોટીયા અને આનંદભાઇ પીતાના સેવાના સદકાર્યને આગળ ચલાવી રહયા છે. જેમાં જયદિપભાઇ પ્રજાપતી પોતાના જન્મ દિવસે કોઇ સેવાકિય કાર્ય કરવાનો સંકલ લે છે.

અગાઉ તેમણે જન્મ દિવસે લીધેલા સંકલ્પમાં 300 વૃક્ષનું વાવેતર કરીને તેને વટવૃક્ષ બનાવ્યા હતા. ત્યાર બાદ પીતાજીની પુર્ણ તીથીએ 300 બોટલ રકતદાનની લીધેલી ટેક પણ પુરી કરી હતી. તે પછી તેમણે જયારે કોઇ ગરીબના ઘરે અવસાન થાય તે દિવસે તેમના ઘરે વિનામુલ્યે ભોજન આપવાનો સંકલ્પ લઇને શ્રધ્ધાંજલી સેવા ચાલુ કરી છે જેમાં અત્યાર સુધીમાં 125 પરિવારને મરણના દિવસે ભોજન પહોચાડવાની સેવા આપી ચૂકયા છે.

ત્યારે ગુરૂવારે તેમનો જન્મ દિવસ હતો તે દિવસે જન્મ દિવસની ઉજવણી કરીને ખાસ કરીને સંતો અને મહંતોની હાજરીમાં સંકલ્પ લીધો હતો કે આગામી સમયમાં તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના વતની હોય અને દેશ માટે શહિદ થનાર અને પોલીસ શહિદની દિકરી તથા જે દિકરીના પીતાનું અવાસાન થયુ છે અને આર્થિક સ્થિતી સારી ન હોય તેવી દિકરીના લગ્નમાં પોતાની વાડી,વાસણો અને મંડપ સહિતની સેવા તેઓ વિનામુલ્યે આપશે આટલુ જ નહી પરંતુ 200 માણશોની રસોઇ પણ વિનામુલ્યે આપી દિકરીનો સહારો બનશે.એક લગ્નમાં વાડી, મંડપ અને વાસણોની સાથે ભોજન સહિતનો ખર્ચ સવા લાખથી દોઢલાખ સુધીનો થાય છે જે તમામ ખર્ચ જયદિપભાઇ પોતે આપશે.

અન્ય સમાચારો પણ છે...