વઢવાણના યુવાપક્ષીવીદ દેવવ્રત મોરી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીની કળા ધરાવે છે. તેઓએ પાડેલા ફોટા લગ્ગરબાજના ફોટા પ્રોજેક્ટર લગ્ગસંસ્થાની ધી લગ્ગન ફાલ્કન પુસ્તકમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ સંસ્થા લગ્ગર સંસ્થા લગ્ગડ બાજને બચાવવાનું કાર્ય કરે છે. આ પુસ્તક ભારત સહિત 30 દેશોમાં ડિલિવરી કરવામાં આવતા લોકોએ કળાને નીહાળી બિરદાવી હતી.
પોતાનું જીવન 5 વર્ષથી વન્યસૃષ્ટીને અર્પણ કર્યું
વઢવાણ શહેર પુરાત નગરીમાં રહેતા યુવાપક્ષીવિદ તથા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર અને અમદાવાદ યુનિવર્સિટીમાં બાયોલોજી એન્ડ લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા દેવવ્રતસિંહ મોરી સુરેન્દ્રનગર જિલ્લાના રણ વિસ્તારના સરોવરો તથા ગુજરાત તથન ભારત રાજ્યના મહતમ જંગલોમાં પરિભ્રમણ કરી એક દાયકાથી ગુજરાત સરકાર વિભાગની મદદથી વન્યસૃષ્ટી વિશે માહિતી તથા દુર્લભ ફોટોગ્રાફસ કેમેરામાં કંડારીને પર્સનલ લાયબ્રેરીમાં સંગ્રહ કર્યો હતો અને પોતાનું 5 વર્ષથી જીવન વન્યસૃષ્ટીને અર્પણ કર્યું છે.
લગ્ગડફાલ્કન નામની બુક માટે 25 ફોટો આપ્યા
તેઓએ રાજસ્થાનમાં જેલસલમેરના ડેસર્ટ વિસ્તારમાં પરિભ્રમણ કરી સંશોધન તથા અલભ્ય તસવીરો ઝડપી હતી.તેમની આ તસવીર લંડનની પ્રોજેક્ટ લગ્ગર કે જે સંસ્થા ફક્ત લગ્ગડ બાજને બચાવવાનું કાર્ય કરી રહી છે. જેના જેરમેન બોબબેલ્ટને 6 દાયકાથી લગ્ગડ બાજને બચાવવા જે દેશોમાં આ બાજની ઉપસ્થિતિ હોય ત્યાં જઇ બાજ બચાવવા જનજાગૃતિ અભિયાન ચલાવે છે. આ પ્રોજેક્ટ લગ્ગ સંસ્થાની ધી લગ્ગડફાલ્કન નામની બુક પ્રકાશીત કરાઇ છે. જેમાં દેવવ્રતસિંહ મોરીના 25 ફોટો કોઇપણ જાતની રૂપિયાની આશા રાખ્યા વગર બુક માટે આપ્યા હતા. આ ધરાવતા યુવાનની કળા સાત સમંદર પાર સુધી પહોંચી છે.
ભારત સહિત 30 દેશમાં આ બુકની ડિલેવરી કરાય છે
આ બુક ભારત, ઇરાન, ઇરાક, અફધાનિસ્તાન, દુબઇ, પાકિસ્તાન, જોર્ડન, બર્મા સહિત 30થી વધુ દેશમાં આ સંસ્થાએ વિતરણ કરી છે.ઝાલાવાડી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરની કળાને વિશ્વના દેશોના લોકોએ નિહાળી બિરદાવતા ઝાલાવાડનું ગૌરવ વિશ્વ કક્ષાએ વધાર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.