તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
થાનમાં દારૂના નશામાં ચકચૂર બનીને ઘરે આવી પત્નીને પતિ અવારનવાર માર મારતો હતો. આથી કંટાળીને પત્નીએ પતિની હત્યા કરી નાંખી હતી. ચકચારી આ હત્યા કેસમાં સેશન્સ કોર્ટે આરોપી પત્નીને આજીવન કેદની સાથે 10 હજારનો દંડ કર્યો હતો.થાન પંથકમાં હત્યાના બનાવો સામાન્ય બની ગયા છે. તેમાં પણ ઘરના અંદરો અંદરની તકરારને કારણે ખુની ખેલ ખેલાતા હોય છે. આવી જ ઘટના થાનના હિટલર નગરમાં બની હતી. તા.17 ઓકટોબર 2018ના રોજ અહીંયા રહેતા હેમંતભાઇ નાથાભાઇ સારલાની લાશ ખુલ્લા મેદાનમાંથી મળી આવી હતી.
તેમના માથાના ભાગે બોથડ પદાર્થ મારીને હત્યા કરી હોવાનું સ્પષ્ટ જણાતુ હતુ. પરંતુ તેમની હત્યા કોણે કરી આ સવાલનો જવાબ મેળવવો તે પોલીસ માટે પણ પડકાર રૂપ બની ગયુ હતુ. આજુબાજુના લોકો તથા શંકાસ્પદોની પુછપરછ કરી હતી. પરંતુ કોઇ મહત્વની કડી મળતી ન હતી. બાદમાં મરનાર હેમંતભાઇની પત્ની કંકુબેનની આગવી ઢબે પુછપરછ કરી હતી. જેમાં ભાંગી પડેલા કંકુબેને પતિની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. કંકુબેને પોલીસને જણાવ્યુ હતુ કે પતિ હેમંતભાઇને દારૂ પીવાની ટેવ હતી. દારૂ પીને ઘરે આવે એટલે પોતાને માર મારતા હતા.
બનાવ બન્યો તે દિવસે પણ પતિ દારૂ પીને આવ્યા હતા. અને પોતાની સાથે બબાલ કરી મારપીટ કરી હતી. બાદમાં પતિ ખાટલામાં સુઇ ગયા હતા. ત્યારે પથ્થરનો ઘા ઝીંકી સુતેના પતિને મોતને ઘાટ ઉતારી દિધો હતો. બાદમાં લાશને ઢસડીને ખુલ્લા મેદામાં મુકી દિધી હોતી. આ કેસ સુરેન્દ્રનગરની સેશન્સ કોર્ટમાં ચાલી ગયો. જેમાં સરકારી વકિલ તરીકે પી.જી.રાવલે દલીલો કરી હતી. તમામ પુરાવા અને દલીલોને ધ્યાને લઇને સેશન્સ જજ એસ.વી.પીન્ટોએ પતિની હત્યા કરનાર કંકુબેનને આજીવન કેદની સજા તથા રૂ.10 હજારનો દંડ ફટકાર્યો હતો.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.