મુશ્કેલી:વઢવાણ ગણપતિ ફાટસર પાસે અંડરબ્રિજ ક્યારે બનાવાશે?

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 વર્ષ પહેલાં દોઢ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની જાહેરાત થઇ હતી

વઢવાણના વિસ્તારમાંથી ભાવનગરતી સુરેન્દ્રનગર તરફ રેલવે લાઇન પસાર થાય છે. ત્યારે ગણપતિ ફાટસર વિસ્તાર પાસે ફાટક નં. 108/એ.બી. અન્ડરબ્રિજ બનાવવા માટે રહીશો દ્વારા અંદાજે 4 વર્ષ પહેલા રજૂઆતો કરાઈ હતી. આ બાબતની ગંભીરતા લઇને પૂર્વ સાંસદ, વર્તમાન ધારાસભ્ય, વઢવાણ પાલિકાના પૂર્વ પ્રમુખ, સદસ્યો અને વિસ્તારના રહીશો દ્વારા સરકારમાં આ અંગે જે તે સમયે રજૂઆતો કરાઇ હતી. અને આ વિસ્તારમાં અંદાજે રૂ. 1.50 કરોડના ખર્ચે અન્ડબ્રીજ બનવાના સમાચારથી શહેરીજનોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

છતા કાર્યવાહી ન થતા પૂર્વ નાયબ મુખ્યમંત્રીને રજૂઆતો કરાઇ હતી. આ અંગે સુનિલભાઈ રાઠોડ, વિશાલભાઈ વાઘેલા વગેરે જણાવ્યું કે, અંદાજે ચાર વર્ષ પહેલા ગણપતિ ફાટક પર બ્રીજ બનવા અંગે જાહેરાત કરવામાં આવી પણ હજુ સુધી કોઇ પગલા લેવામાં આવ્યા નથી. અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

હાલમાં પણ સુરેન્દ્રનગર-રાજકોટચ બાયપાસ ગણપતિ ફાટસર ફાટક પાસે છેલ્લા ત્રણ દિવસથી જુદા જુદા ઓવરલોડ ટ્રક ફાટક પાસે પસાર થાય છે. તંત્ર દ્વારા ફાટક પાસે જે એંગ્લો મૂકવામાં આવી છે. તેના ઉપરની સાઇડ ઓવરલોડ ટ્રકો અથડાવાના બનાવ બની રહ્યા છે. છેલ્લા ત્રણેક દિવસથી એંગલ સાથે ટ્રક અથડાઇ છે. અને ટ્રક ઉપરતી માલસામાન પસાર થતા લોકો અને વાહન ઉપર પડે છે.

અન્ય સમાચારો પણ છે...