તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લુખ્ખાગીરી:ઘરે દારૂ પીવાની ના પાડી તો દારૂડિયાએ કુટુંબી મહિલાના હાથ પગ ભાંગી નાખ્યા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદના કવાડિયા ગામમાં પરિણીતા પિયરથી પરત આવતા દારૂડિયા કુટુંબીને ટપારતા બબાલ - Divya Bhaskar
હળવદના કવાડિયા ગામમાં પરિણીતા પિયરથી પરત આવતા દારૂડિયા કુટુંબીને ટપારતા બબાલ
  • હળવદના કવાડિયા ગામમાં પરિણીતા પિયરથી પરત આવતા દારૂડિયા કુટુંબીને ટપારતા બબાલ

હળવદના કવાડીયા ગામે પારકા ઘરમાં બેસી દારૂ ઢીંચી રહેલા કૌટુંબિક શખ્સને પિયરથી પાછી ફરેલ પરિણીતાએ અમારા ઘરે દારૂ કેમ પીવો છો.? કહેતા જ દારૂડિયો બગડ્યો હતો અને પોતાના પરિવારને બોલાવી લઈ આવી મહિલાને બેફામ માર મારી હાથ-પગ ભાંગી નાખતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે હાલ પોલીસ દ્વારા હુમલાનો હુમલાનો ભોગ બનેલ મહિલાની દીકરીની લેખિત ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

​​​​​​​જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કવાડીયા ગામે રહેતા રંજનબેન દેવજીભાઈ ચારોલા તેમની 12 વર્ષની દીકરીને લઈ તેઓના પિયર સુખપર ગામે ગયા હતા જોકે ત્યાંથી પોતાના ગામ કવાડીયા ઘરે પરત ફરતાં તેમના કુટુંબી સુરેશભાઈ ચારોલા દારૂ ઢીંચતા હોય જેથી રંજનબેને આ શખ્સને અમરા ઘરે કેમ દારૂ પીવો છો.? તેમ કહેતા દારૂ ઢીંચી રહેલો શખ્સ બગડ્યો હતો અને પોતાના પરિવારજનોને બોલાવી લઈ આવી રંજનબેન પર તૂટી પડ્યા હતા.

હુમલામાં રંજનબેનના બંને હાથ તેમજ ડાબો પગ ભાંગી નાખ્યો છે જેથી હુમલાનો ભોગ બનનાર રંજનબેનની દીકરી સોનલે હળવદ પોલીસ મથકમાં સુરેશભાઈ અમથુભાઇ ચારોલા,જસુબેન સુરેશભાઈ ચારોલા,લીલાબેન અમથુભાઇ ચારોલા અને એક મહિલા સહિત ચાર લોકો સામે લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...