તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:કોરોના કાળમાં અહો આશ્ચર્યમ્ ! હળવદમાં 45 પૈકી 32 પેટા આરોગ્ય કેન્દ્રને ખંભાતી તાળા....!!!

સુરેન્દ્ર્નગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદમાં 45 પૈકી 32 પેટા આરોગ્ય કેન્દ્રને ખંભાતી તાળા - Divya Bhaskar
હળવદમાં 45 પૈકી 32 પેટા આરોગ્ય કેન્દ્રને ખંભાતી તાળા
  • કોરોના મહામારી વચ્ચે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી

મોરબી જિલ્લામાં કોરોના મહામારીએ માથું ઉચક્યું છે. ત્યારે આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે. હળવદના લોકોની સુખાકારી માટે સરકારે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા કુલ 45 પૈકી 32 પેટા આરોગ્ય કેન્દ્ર વિવિધ કારણોસર બંધ જેવી હાલતમાં હોવાનું સામે આવ્યું છે. અને આવા કપરા કાળમાં લોકોમાં કોરોના જ આવેને એવું લોકો કટાક્ષભેર જણાવી રહ્યા છે.

હળવદના ગ્રામ્ય તેમજ શહેરના વિસ્તારના લોકોને આરોગ્યની સુવિધા મળી રહે તેવા હેતુ સાથે તાલુકાના જુદા જુદા 45 ગામમાં પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યા હતા. પરંતુ આ 45માંથી 36 પેટા આરોગ્ય કેન્દ્રમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની જગ્યા મંજૂર કરવામાં આવી હતી. જો કે હાલ માત્ર ભરાઈ છે 13 જગ્યા એટલે કે 32માં હજી કોઈ ઠેકાણા નથી. સાથે જ 9 પેટા આરોગ્ય કેન્દ્ર તો એવા છે કે જેની હજુ સુધી જગ્યા ભરવાની મંજુરી પણ મળી નથી.

આ 13 પેટા આરોગ્ય કેન્દ્રમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની જગ્યા ભરવામાં આવી છે

અજીતગઢ, માનગઢ, કીડી, જોગડ, રણમલપુર, કોયબા, ઢવાણા, સુખપર, ભલગામડા,દીઘડીયા,ઘનશ્યામપુર, સુરવદર, નવા દેવળીયા

આ 32 પેટા આરોગ્ય કેન્દ્ર "ધણી" વગરના.!!

ટીકર, રણમલપુર, સાપકડા, મયુરનગર, માથક અને જુનાદેવળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તો જગ્યા ભરેલી છે. પરંતુ પેટા આરોગ્ય કેન્દ્રમાં બાકી છે.જેમાં ટીકર, મિયાણી, ઈંગોરાળા, હળવદ-1, હળવદ-2, હળવદ-3, હળવદ- 4, માલણિયાદ, ઈસનપુર, મંગળપુર, કવાડીયા, વેગડવા, સાપકડા, ગોલાસણ, સુંદરગઢ, રાણેકપર, મયુરનગર, રાયસંગપર, સુસવાવ, ધનાળા, કેદારીયા, માથક, રાતાભેર, ચુપણી, સુંદરીભવાની, રણછોડગઢ, શિવપુર, સમલી, જુના દેવળીયા, કડીયાણા, ચરાડવા-1,ચરાડવા-2 નો સમાવેશ થાય છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો