તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:પર્યુષણ નિમિત્તે વેસ્ટર્ન રેલવેએ પાલીતાણા માટે સ્પેશિયલ ટ્રેનનું આયોજન કર્યું

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલ પર્યુષણ પર્વ નિમિત્તે વેસ્ટર્ન રેલ્વે દ્વારા પાલીતાણા માટે સ્પેશિયલ ટ્રેનનું આયોજન કરાયું છે. આ ટ્રેનને ઝાલાવાડના જોરાવનગરમા સ્ટોપેજ મળ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કેસો વધતાં મુસાફરોના સ્વાસ્થ્યના હિતને ધ્યાને રાખીને વેસ્ટર્ન રેલવે દ્વારા ચલાવવામાં આવતી ઘણી બધી ટ્રેનો બંધ કરવામાં આવી હતી.હાલ કરોના કેસ કરતા મુસાફરોની માંગ અને સંખ્યાને ધ્યાને લઈને ફરીથી ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે.

સુરેન્દ્રનગરમાં મોટી સંખ્યામાં જૈન ધર્મના લોકો પાલીતાણા તીર્થધામ અવર-જવર કરતાં હોય છે. આથી પર્યુષણ પર્વ નિમિત્તે વેસ્ટર્ન રેલ્વે દ્વારા પાલીતાણા માટે સ્પેશિયલ ટ્રેનનું આયોજન કરાયું છે. પાલીતાણાથી બાંદ્રા જતી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન છે જે પાલીતાણાથી નીકળીને બાંદ્રા પહોંચે છે. આથી મંગળવાર તા. 31/8/21નાં ટ્રેન નં. 09005 બાંદ્રા ટર્મિનસથી સાંજે 4.45 વાગ્યે ઉપડી બીજા દિવસે બુધવાર તા.1/9/21 સવારે 5.50 વાગ્યે પાલીતાણા પહોચશે.

જ્યારે બુધવાર તા. 1/9/21 ટ્રેન નં. 09006 રાતનાં 8.00 વાગ્યે પાલીતાણાથી ઉપડી ગુરુવાર તા. 2/9/21નાં વાગ્યે પહોંચશે. આ ટ્રેન દર અઠવાડિયે કાર્યરત રહેશે. આ ટ્રેનનું બુકિંગ તા. 30/8/21થી શરૂ થશે. આમ સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી ટ્રેનને જોરાવનગર સ્ટોપેજ મળતા પાલીતાણા જતા જૈન લોકોને નવી સુવિધા મળશે.

અન્ય સમાચારો પણ છે...