તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:કચ્છ ફરવા નીકળ્યા, થેલામાં નોટોનું બંડલ જોતાં ચોરી કરી, સુરેન્દ્રનગરના દંપતીને લિફ્ટ આપી ચોરી કરી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મુંબઇ-અમદાવાદના 5 શખ્સ જેલમાં ધકેલાયા

સુરેન્દ્રનગરના દંપતીને ગાડીમાં બેસાડી વઢવાણ ઉતારીને રોકડ તેમજ ઘરેણા ચોરનાર મુંબઇ અને અમદાવાદના 5 શખ્સોને રૂ. 6.71 લાખની મત્તા સાથે પોલીસે ઝડપ્યા હતાં. આ શખ્સો કચ્છ હાજીપીર જતા હતા અને ગાડીમાં રહેલા દંપતીના થેલામાં નોટોનાં બંડલ ભાળતા ચોરીને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યુ હતુ.

30 જાન્યુઆરીએ સુરતથી દંપતી દીકરીના ચાંદલાના પ્રસંગે લીંબડી આવ્યા બાદ ત્યાંથી ગાડીમાં બેસીને સુરેન્દ્રનગર આવતું હતું ત્યારે લિફ્ટ આપનાર એક મહિલા સહિત 5 શખ્સોને 50 હજારની રોકડ, 1,62,000ના ઘરેણા ચોરી દંપતીને ગાડીમાંથી ઉતારી ભાગવા જતાં પોલીસે ઝડપી લીધા હતાં. ઝડપાયેલા તમામને સોમવારે કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં.

પીએસઆઈ એસ.બી.સોલંકીની તપાસમાં આરોપીઓ કચ્છ હાજીપીર ફરવા જતા હતા. ત્યારે લીંબડીથી દંપતીને બેસાડયા અને થેલામાં નોટોના બંડલ ધ્યાને આવતા ચોરીને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યુ હતુ. ત્યારબાદ મંગળવારે તમામને સુરેન્દ્રનગરની જેલ હવાલે કરાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો