તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખુ યોગદાન:જાણીતા હાસ્યકલાકાર ડો. જગદીશ ત્રિવેદીનું કોરોના સામેની જંગમાં 5 લાખનું દાન અને સવાસો વીડિયો વડે હકારાત્મક વિચારોનો સેવાયજ્ઞ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાગબારા તાલુકાના સેલંબા ગામમાં 166 જેટલાં ગરીબ આદીવાસી બાળકો માટે એક આશ્રમશાળાનાં મકાનનું નિર્માણ

હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી જીવનના પચાસ વર્ષ પુરા કર્યા બાદ પોતાના કાર્યક્રમોની તમામ આવક શિક્ષણ અને આરોગ્ય માટે દાન કરી રહ્યા છે એ સૌ કોઈ જાણે છે પરંતુ અત્યારે કપરા કોરોના કાળમાં એમણે ઊદાર હાથે સંપત્તિ અને કલા બન્નેના દાનનો અનોખો સેવાયજ્ઞ શરું કર્યો છે. તેઓ હાલ નર્મદા જીલ્લાનાં સાગબારા તાલુકાના સેલંબા ગામમાં 166 જેટલાં ગરીબ આદીવાસી બાળકો માટે એક આશ્રમશાળાનાં મકાનનું નિર્માણ કરી રહ્યા છે. જેનું સ્વામી સચ્ચિદાનંદજીના વરદ્હસ્તે આગામી 16 જૂનના રોજ લોકાર્પણ થનાર છે.

એમણે પાંચ લાખથી વધું રકમનું દાન કર્યું છે જેમા રાજકોટના રોલેક્ષ snk કોવિડ સેન્ટરને 51 હજાર, સૌરાષ્ટ્રના જરુરિયાતમંદ કલાકારોને 51 હજાર, સ્વામી સચ્ચિદાનંદજી દ્રારા પેટલાદમાં નિર્માણાધિન ઓક્સિજન ટેન્ક માટે 51 હજાર, ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્રારા પોરબંદરમાં નિર્માણાધિન ઓક્સિજન ટેન્ક માટે 51 હજાર, જરુરિયાતમંદ 100 પરિવારને અનાજની કીટ પેટે 1 લાખ તથા અન્ય કોરોનાપિડિત ચાલિસ દર્દીઓને પાંચ હજાર લેખે 2 લાખ રુપિયાનું દાન કર્યું છે. તદુપરાંત છેલ્લા એક વરસમાં દર અઠવાડિયે બે થી ત્રણ વિડિયો દ્રારા કુલ સવાસો જેટલા વિડિયો દ્રારા હાસ્ય સાથે હકારાત્મક વિચારો વહેંચીને આ આપત્તિકાળમાં લોકોને મનથી મજબુત રાખવાનું પ્રશંસનિય કાર્ય કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...