તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પગપાળા યાત્રા:હળવદમાં ધંધુકાના ભડિયાદ પીરની દરગાહે જવા નીકળેલી પગપાળા યાત્રાનું સ્વાગત

હળવદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હળવદ ખાતે મુસ્લિમ બિરાદરોની યાત્રાનું સ્વાગત કરીને કોમી એકતાના દર્શન કરાવ્યા

ધંધુકામાં આવેલ ભડિયાદ પીરની દરગાહ ખાતે કોમી એકતાના પ્રતીક સમાન હઝરત શહીદ મહેમુદશાહ બુખારીના ઉર્ષનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ધંધુકા ખાતે ઉર્ષમાં હાજરી આપવા જવા માટે મોરબીથી મુસ્લિમ બિરદારો પગપાળા યાત્રાએ નીકળ્યા હતા અને આ પગપાળા યાત્રા હળવદના અબેડકાર ચોક ખાતે પહોંચતા અનુસૂચિત જાતિના લોકોએ આ મુસ્લિમ બિરદારોની યાત્રાનું સ્વાગત કરીને કોમી એકતાના દર્શન કરાવ્યા હતા.

ધંધુકા ખાતે કોમી એકતાના પ્રતિક સમાન હઝરત શહીદ પીર મહેમુદશાહ બુખારી(ર.અ.) નાં ઉર્ષમાં હાજરી આપવા માટે મોરબીથી મુસ્લિમ બિરાદરોની પગપાળા યાત્રા નીકળી હતી.આ પગપાળા યાત્રા આજે હળવદ પહોંચી હતી.જેમાં હળવદથી મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા.આ પગપાળા યાત્રા હળવદના ડો બાબા સાહેબ આંબેડકર સર્કલથી પસાર થઈ ત્યારે અનુસૂચિત જાતિ સમાજના લોકો તરફથી કોમી એકતાના પ્રતિકનું સ્વાગત કરવામાં આવ્યું હતું.તેમજ ફુલહાર ચડાવીને પગપાળા યાત્રા ભડિયાડ પીર(ધધુકા) માટે રવાનાં કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો