હવામાન:બુધવારે લઘુતમ 26 અને મહત્તમ 34.5 ડિગ્રી નોંધાયું

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝાલાવાડમાં ભર ચોમાસે ઉનાળુ માહોલ
  • 10 દિવસમાં ગરમીનો પારો 7 ડિગ્રી વધ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી વરસાદે વિરામ લેતા ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જેમાં દિવસભર વાદળછાયા વાતાવરણ રહે છે પરંતુ વરસાદ ન થતા બફારો અકળાવી રહ્યો છે. આથી જિલ્લામાં ભર ચોમાસે ઉનાળા જેવો માહોલ સર્જાતા ગરમીનો પારો 34 ને પાર પહોંચ્યો છે. જિલ્લામાં બુધવારે તાપમાન લઘુતમ 26.0 અને મહત્તમ 34.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે હવાની ગતિ 8 કિમી અને ભેજનું પ્રમાણ 74 ટકા રહ્યુ છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં 46.27 ટકા વરસાદ થઇ ગયો છે. પરંતુ છેલ્લા 16 દિવસથી વધુ સમયથી સારો કહી શકાય તેવો વરસાદ થયો નથી. જિલ્લામાં બુધવારના રોજ ગરમીનો પારો પણ વધી ગયો હતો. જેમાં લઘુતમ તાપમાન 26.0 અને મહત્તમ 34.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.જ્યારે હવાની ગતિ 7 કિમી અને ભેજનું પ્રમાણ 74 ટકા રહ્યું હતું.આમ ગરમીમાં વધઘટમાં મહત્વનું પરિબળ એવુ હવાની ગતિ ઘટતા ગરમી વધી રહી છે.

જ્યારે ભેજ અને તાપમાન વધુ રહેતા લોકોને ગરમી અને બફારો અકળાવી રહ્યા છે. આગામી સાત દિવસ દરમિયાન તાપમાન 26થી 34 વચ્ચે રહેવાની અને હવાની ગતિ 10થી 12 અને ભેજ 71થી 88 ટકા રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...