હવામાન:બુધવારે લઘુતમ તાપમાન 28.5, મહત્તમ 42.5 ડિગ્રી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 દિવસમાં લઘુતમ 3.1, મહત્તમ 1 ડિગ્રી વધ્યું

સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીની સિઝનમાં એપ્રિલ મહિનો આકરો તપી રહ્યો છે. બુધવારે લઘુતમ તાપમાન 28.5 અને મહત્તમ 42.5 ડિગ્રી રહ્યું હતું. જિલ્લામાં 1 દિવસમાં હવાની ગતી 2 કિમી ઘટતા ગરમીમાં 3.1 લઘુતમ અને મહત્તમમાં 1 ડિગ્રી વધારો થયો છે.

એપ્રિલ માસમાં ગરમીના પારાએ ગતિ પકડતા હજુ ગરમી વધવાની શક્યતાઓ વચ્ચે તા.12 એપ્રિલ બુધવારે તેમાં લોકોને થોડી રાહત મળતા મહત્તમ તાપમન 41.5 તેમજ લઘુતમ 28.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે પવન 16 કિમીની ગતિએ ફૂંકાવા સાથે હવામાં ભેજ 9 ટકા જ રહી હતી. છેલ્લા 1 દિવસની સરખામણી કરીએ તો જિલ્લામાં હવાની ગતિમાં 2 કિમીનો ઘટાડો આવ્યો છે. જ્યારે 1 દિવસમાં ભેજ 1 ટકા ઘટ્યો છે. આમ હવાની ગતિ અને ભેજ વાતાવરણમાં ઠંડકનું મુખ્ય કારણ પૈકી એક હોવાથી 1 દિવસમાં 3.1 ડિગ્રી લઘુતમ અને 1 ડિગ્રી મહત્તમ તાપમાન વધ્યું હતું.

આગામી દિવસોમાં ગરમીનો પારો વધનાર હોવાથી હવામાન વિભાગે બપોર 12થી 3 કલાક બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથુ ઢંકાઈ તે રીતે સફેદ સુતરાઉ ખુલતા કપડાં પહેરવા, ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો, નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશકત અને બિમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવાની રહેશે. સીધા સૂર્ય પ્રકાશથી બચો, ભીના કપડાથી માથું ઢાંકી રાખો, અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછો, વારંવાર ઠંડું પાણી પીવું, લીંબુ શરબત, મોળી છાશ, તાડફળી અને નાળિયેરનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ, ઓઆરએસ રાખવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...