હડતાળનો બીજો દિવસ:જ્યાં સુધી માગ નહીં સ્વીકારાય ત્યાં સુધી કામ નહીં કરીએ

સુરેન્દ્રનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગ્રુપમાંથી લેફ્ટ થયા - Divya Bhaskar
ગ્રુપમાંથી લેફ્ટ થયા
  • જિલ્લામાં તલાટીઓની હડતાળને પગલે ગ્રામ પંચાયતો સૂમસામ

સુરેન્દ્રનગર જિલ્લાના તલાટીઓના વિવિધ પ્રશ્નોનું સરકારે નિકારણ લાવતા તલાટીઓ ફરી આંદોલનના માર્ગે વળ્યા છે.જેમાં તમામ કામગીરી બહિષ્કાર કરતા ગ્રામપંચાયતો સુમસામ રહી હતી. કચેરીઓએ કામ અર્થે આવતા લોકોને ધરમ ધક્કો થયો હતો.

જિલ્લાના 543 ગ્રામપંચાયતના 351 તલાટી આ વિરોધમાં જોડાતા બીજા દિવસે કચેરીઓમાં હડતાલની અસરો જોવા મળી હતી. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા તલાટી મંડળના પ્રમુખ જયપાલસિંહ મસાણી, મહામંત્રી ધર્મેશકુમાર પેઢડીયા સહિત આગેવાનોએ જણાવ્યું કે સેવા સળંગ ગણવા,ઉચ્ચતર પગાર ધોરણ, ઇ-ટાસથી હાજરી, ગ્રેડ પે, પ્રમોશન, રેવન્યુ તલાટીને પંચાયત તલાટીમાં મર્જ કરવા, નોકરી સળંગ ગણવી, આંતર જિલ્લા ફેરબદલી, પંચાયત વિભાગ સિવાય કામગીરીન આપવી સહિતના પ્રશ્નો હલ નહીં થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. જ્યાં સુધી માગ નહીં સ્વીકારાય ત્યાં સુધી કોઇ સરકારી કામ નહીં કરીએ.

લખતર| હડતાળના પગલે કામો બંધ રહેતા લખતર ગ્રામપંચાયતના જન્મ મરણ નોંધણી આસિસ્ટન્ટ આર.ટી. ફતેપરાએ જન્મ મરણના દાખલા લેવા 4થી 5 વ્યક્તિ આવ્યા હતા. પરંતુ તલાટી કમ મંત્રીઓની હડતાળ હોઈ તેમના કામ થઈ શક્યા ન હતા.

ચોટીલા : હડતાળને કારણે પંચાયત કક્ષાની દાખલા સહિતની કામગીરી જાણે ઠપ્પ થઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ચોટીલા તાલુકા પંચાયત કચેરી પણ અરજદારો વગર સુમસામ ભાસતી જોવા મળી હતી. ગ્રામ્ય કક્ષાએ અરજદારોને પંચાયત લેવલનાં કામકાજો અટકી પડી છે.

અન્ય સમાચારો પણ છે...