સન્માન સમારોહ યોજાયો:સમાજનું ગૌરવ વધે તેવાં કામો કરીએ છીએ, કરતાં રહીશું: વન, પર્યાવરણ મંત્રી

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ક્ષત્રીય સમાજ એસોસિયેશન, દરબાર બોર્ડિંગ દ્વારા વન અને પર્યાવરણ મંત્રી, રાજ્યકક્ષાના મંત્રીનો સન્માન સમારોહ યોજાયો હતો. - Divya Bhaskar
સુરેન્દ્રનગર ક્ષત્રીય સમાજ એસોસિયેશન, દરબાર બોર્ડિંગ દ્વારા વન અને પર્યાવરણ મંત્રી, રાજ્યકક્ષાના મંત્રીનો સન્માન સમારોહ યોજાયો હતો.
  • સુરેન્દ્રનગર ખાતે વન-પર્યાવરણ મંત્રી, રાજ્યકક્ષાનો સન્માન સમારોહ યોજાયો
  • શિક્ષણ ક્ષેત્રે સમાજે અનેક સોપાનો સર કર્યા છે : રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી

સુરેન્દ્રનગર ક્ષત્રીય સમાજ એસોસિયેશન, દરબાર બોર્ડિંગ દ્વારા વન અને પર્યાવરણ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રીનો સુરેન્દ્રનગર ખાતે સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ક્ષત્રીય સમાજ એસોસિયેશન, ઝાલાવાડ ક્ષત્રીય સમાજ, કચ્છ કાઠિયાવાડ ગુજરાત ગરાસિયા એસોસિયેશન, કરણી સેના સુરેન્દ્રનગર અને શક્તિ માતા મંદિર ટ્રસ્ટ જેવી વિવિધ 27 સંસ્થા દ્વારા મંત્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારમાં પ્રતિનિધિત્વ મળતા સમાજ દ્વારા જે સન્માન કરાઈ રહ્યું છે તે માટે ગૌરવની લાગણી અનુભવીએ છીએ.

શિક્ષણ ક્ષેત્રે સમાજની અનેક સંસ્થાઓ કામ કરે છે, જેમાં અભ્યાસ કરી અનેક યુવાનોએ કારકિર્દી ઉજ્જવળ બનાવી છે, હજુ પણ શિક્ષણ ક્ષેત્રે સમાજે પ્રગતિ કરવાની છે. સમાજનું ગૌરવ વધે તેવા કામો કરીએ છીએ અને કરતા રહીશું. બધાના સહિયારા પ્રયત્નો થકી સમાજ આજે પ્રગતિ કરી રહ્યો છે, હજુ પણ પ્રગતિ કરશે. તેમજ સમાજના કોઈપણ પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરીશું. જ્યારે કક્ષાના મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, સમાજ ધંધાકીય અને રાજકીય રીતે આગળ વધી રહ્યો છે, સાથોસાથ શિક્ષણ ક્ષેત્રે પણ સમાજે અનેક સોપાનો સર કર્યા છે.

સમાજનું ગૌરવ જાળવી રાખવાની જવાબદારી સમાજે અમને આપી છે, તો સમાજનું ગૌરવ વધે તેવા કામો કરતા રહીશું. આ પ્રસંગે અગ્રણી ભૂપેન્દ્રસિંહ રાણા, ધ્રુવ દાદા, હરિશ્ચંદ્ર જાડેજા, રાજભા, નરપતસિંહ રાણા, રૂદ્રસિંહ ઝાલા, પ્રદ્યુમનસિંહ ઝાલા, ઇન્દ્રસિંહ ઝાલા, કિશોરસિંહ ઝાલા અને વાઘુભા રાણા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...