સુરેન્દ્રનગર શહેરના લીંબડી ખાતે ઉત્સવ પાર્કમાં રહેતા અને પાણી પુરવઠામાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા કર્મચારી સરકારી કામકાજ માટે ટોકરાળા ગામે ગાડી લઈને ગયા હતા. ત્યારે તેઓના કેનાલ પાસે પગ ધોવા જતા પગ લપસવાના કારણે કેનાલમાં પડતા તણાયા હતા. અને ત્યાર બાદ જાણકારી મળતા તાત્કાલિક અસરે તરવૈયાઓને બોલાવી અને તેમની લાશ શોંધવામા આવી હતી.
કેનાલમાં પડી જવાથી ડૂબી જતાં મોત નિપજ્યું
તેમને બહાર કાઢવામાં આવતા તે મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે આ અંગેની જાણકારી પાણી પુરવઠાના કર્મચારીઓને મળતા તે પણ ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યા હતા. અને પોલીસ તંત્રને લીંબડી ખાતે જાણકારી આપવામાં આવતા પોલીસ તંત્ર પણ કેનાલ ઉપર ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર લીંબડી પાણી પુરવઠામાં ફરજ બજાવતા અને પરત ફરવા દરમિયાન અધિકારીઓને લઈ અને કામ અર્થે ટોકરાળા ગામ ખાતે ગયા હતા. જ્યાં તેમના વરસાદી માહોલના પગ ગાળાવાળા બગડવાના કારણે કેનાલ પાસે ધોવા માટે ગયા હતા.
પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો
ત્યારે અચાનક તેમનો પગ લપસતા કેનાલમાં ખાબક્યા હતા. અને પળવારમાં કેનાલમાં તણાઈ ગયા હતા. ત્યારે તાત્કાલિક અસરે તરવૈયાઓને જાણકારી આપી અને બોલાવી અને તેમની લાશને બહાર કાઢવામાં આવી હતી. ત્યારે પાણી પુરવઠા ખાતા લીંબડીમાંથી જાણવા મળ્યા મુજબ, ઉત્સવ પાર્કમાં રહેતા અને ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હાર્દિકભાઈ જયેશભાઈ મકવાણાનું કેનાલમાં ડૂબી જતા મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. અને પાણી પુરવઠા કચેરીમાં પણ શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.