સૌરાષ્ટ્ર કચ્છને નર્મદાનું પાણી પહોંચાડવાના પંપીંગ સ્ટેશનોનું કેન્દ્ર વઢવાણ તાલુકાનું બાળા ગામ છે. વઢવાણ સ્ટેટનું પ્રાચીનગામ બાવાનું ગામ બાળેશ્વર મંદિર પરથી પડ્યુ છે. મુખ્યનર્મદા કેનાલને લીધે બાળાને સિંચાઇનું પાણી મળતા કૃષિક્રાંતિ સર્જાઇ છે વિકાસતુ બાળા ધીમેધીમે શહેરીકરણ તરફ ડગ માંડી રહ્યુ છે.
વઢવાણ તાલુકાનું બાળા ગામ નર્મદાના નીરને સૌરાષ્ટ્ર-કચ્છમાં પહોંચાડવાનું પંમ્પીંગ સ્ટેશન બન્યુ છે.ધોળીધજા ડેમ માટે બાળા ગામમાંથી નર્મદા કેનાલમાંથી પસાર થાય છે. બાળા ગામની વસ્તી 3000 જેટલી છે. ગામમાં કોળી, રબારી, રાજપૂત, દેવીપુજક, દલિત એમ પચરંગી પ્રજા વસવાટ કરે છે.વઢવાણ સ્ટેટના નાબાના બાળા ગામમમાં ધો.1થી 8 પ્રાથમિક શાળા છે પરંતુ હાઇસ્કુલનું શિક્ષણ નથી.
બાળા ગામનો રાજાશાહી ભવ્ય ઇતિહાસ
ઝાલાવાડમાં ઇ.સ 1894માંથી આસપાસ ગામોનો બટવારો થયો હતો.જેમાં વઢવાણ સ્ટેટને 42 ગામો મળ્યા હતા.જ્યારે ગંભિરસિંહ અભયસિંહને બાળા અને ગુંદીયાળા ગામ ભાગમાં આવ્યા હા.જેમાં 1894થી 1946 સુધી રાજમાં બાળેશ્વર મહાદેવ મંદિર બંધાયુ હતુ.એવી વાયકા છે કે આ બાળેશ્વર મંદિરના નામ પરથી ગામનુ નામ બાળા પડ્યુ હતુ.બાળા ગામની આસપાસ રાજપર, કોઠારીયા, કરણગઢ, અણીદ્રાગામ આવેલા છે.
બાળામાં પાળિયા અને ભજનીકો પ્રખ્યાત
વઢવાણના બાળામાં અનેક પાળીયાઓનું પુજન થાય છે. આ અંગે ભજનીક રાજુભાઇ સાવલીયાએ જણાવ્યુ કે બાળામાં કલાકારો અને ભજનીકો વધુ હોવાથી પ્રખ્યાત છે. શિક્ષણ, રમતગમત, સંગીત ક્ષેત્રે, અનેક લોકો અગ્રેસર છે. બાળામાં બજરંગપુરાના માર્ગે વીર હરીનો પાળીયો પ્રખ્યાત છે.ગામમાં વિવિધ સમાજના 65થી વધુ લોકો નોકરીયાત છે.
બાળામાં ગામની સીમ વિસ્તાર 1864.34 હેક્ટર જેટલો છે. બાળામાં બસ અને રેલ્વે સ્ટેશનની સુવિધા છે.જ્યારે ગામમાં સીસીરોડ ગટર ઘરેઘરે નળ જેવી પ્રાથમિક સુવિધા છે. બાળા ગામના લોકો મન પાકા છે. પરંતુ રસ્તા કાચા છે બાળાને જોડતા ઝમર, બજરંગપુરાને જોડતા રસ્તા કાચા છે. બાળાનો મુખ્ય નર્મદા કેનાલ પસાર થતા સિંચાઇની સુવિધા મળી છે. આથી ખેડૂતોએ નર્મદાના નીર ખેતરો સુધી પહોંચાડીને કૃષીક્રાંતિ સર્જી છે.બાળા ગામમાં વીરહરી, પાધરદેવ, શક્તિમાનું મંદિર સહિત ઐતિહાસિક સ્થાનકો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.