તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વઢવાણ મોક્ષધામમાં છેલ્લા બે દિવસથી મોટરમાં યાંત્રિક ખામી સર્જાતા બંધ થઇ ગઇ છે. જેના કારણે અંતિમવિધી માટે આવતા ડાઘુઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ત્યારે કારીગરને બોલાવીને રિપેરીંગ કરાવીને મોટર ચાલુ કરી દેવાશે તેવું જાણવા મળ્યું હતું. વઢવાણ ભોગાવા નદી કાંઠ 16 વર્ષ પહેલા અંદાજે 60 લાખના ખર્ચે આધુનિક સુવિધાયુક્ત મોક્ષધામ બનાવાયુ હતુ. પાલિકાના 6 થી વધુ માણસો દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી રહી છે. પરંતુ હાલમાં જ સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકા બનતા આ મોક્ષધામનો વહીવટ કથળ્યો હોવાની લોકોમાં બૂમરાણો ઉઠી છે.
આ ધામમાં ક્યારેક સૂકાઘાસ તો લાકડાની અછતના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ મોક્ષઘામમાં પાણીની સુવિધા માટે 1000 તેમજ 750 લીટરના એમ બે ટાંકાઓ આવેલા છે. અને તેમાં મોક્ષધામમાં રહેલા કૂવામાંથી મોટરથી પાણી ખેંચીને સ્નાનાઘાટ સહિતની જગ્યાએ પાણી પહોંચાડવામાં આવે છે. પરંતુ છેલ્લા બે દિવસથી યાંત્રીક ખામીના કારણે મોટર બંધ થઇ ગઇ છે. આથી અહીં અંતિમવિધી માટે આવતા ડાઘુઓ સહિતના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બંધ મોટરના કારણે નળ સાથેના 20 જેટલા સ્નાનાઘાટના બાથરૂમો પણ શોભાના ગાઠીયા સમાન બની ગયા છે. ત્યારે પાલિકા તંત્રે હાલ તો પાણીના ટાંકા મોકલ્યા હતા.
મોક્ષધામના કર્મીઓ 5 મહિનાના પગારથી વંચિત
2006થી આ મોક્ષધામમાં 1 કલાર્ક, 2 સિક્યુરીટીગાર્ડ, 1 માળી તેમજ 2 સફાઇ કામદારો રાત-દિવસ કામગીરી કરી રહ્યા છે. પરંતુ આ લોકોનો ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર તેમજ ચાલુ માસ સહિત પાંચ માસના પગાર થયા નથી. આ લોકોના ઘરનું ભરણપોષણ પણ આ પગારથી થતુ હોવાથી વહેલી તકે તંત્ર પગાર કરે તેવી કર્મીઓમાં માંગ ઉઠી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.