હાલાકી:સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં લાઇન લીકેજના કારણે પાણીનો વેડફાટ

સુરેન્દ્રનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભરઉનાળે પાણી વહી જતાં સ્થાનિકોમાં ભારે રોષ

શહેરના અમુક છેવાડાના વિસ્તારોમાં પાણી ન મળતી હોવાની રાવ સાથે અવારનવાર લોકોના ટોળા પાલિકા કચેરીએ ધસી આવે છે. ત્યારે શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની લાઇન લીકેજ હોવાના કારણે પાણી વિતરણ સમયે હજારો લીટર પાણીનો વેડાફટ થાય છે. અને લાઇનમાં લીકેજ થયેલું પાણી મુખ્ય રસ્તા પર ફરી વળે છે અને ત્યાં ઠેર ઠેર પાણીના ખાબોચીયા ભરાઇ રહ્યાં છે. જેના કારણે અહીંથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં છેલ્લા 15 દિવસ કરતા પણ વધુ સમયથી લાઇન લીકેજની સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે ત્યારે લોકોની હાલાકીને ધ્યાને લઇ તંત્ર દ્વારા સત્વરે લીકેજ લાઇનનું સમારકામ હાથ ધરી પાણીનો વેડફાટ અટકાવવામાં આવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...