તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણી માટે રઝળપાટ:મોરબીના ભડિયાદ ગામના બૌધનગર વિસ્તારમાં એક સપ્તાહથી પાણી વિતરણ ઠપ્પ

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગ્રામ પંચાયત અને પાણી પુરવઠા વિભાગના ઉદાસીન વલણથી 60થી વધુ પરિવારોની પાણી માટે રઝળપાટ
 • નઝરબાગ સંપથી માત્ર 1 કીમી દૂર વિસ્તાર, છતાં પાણીની સમસ્યા

મોરબી શહેરના સામાંકાંઠા વિસ્તાર ભડિયાદ ગ્રામ પંચાયતની હદમાં આવતા બૌધનગર સોસાયટીમાં તંત્ર દ્વારા વર્ષોથી એકાતરા પાણી વિતરણ કરાય છે. જોકે છેલ્લા એક સપ્તાહથી આ વિસ્તારમાં પાણી સદંતર બંધ થઈ જતા આ વિસ્તારમાં રહેતા 60 જેટલા પરિવારની હાલત કફોડી બની છે.આ અંગે ગ્રામ પંચાયત તેમજ પાણી પુરવઠા વિભાગ બન્ને તંત્ર જાણે ઉદાસીન વલણ દાખવીને બેઠું હોય તેમ આ વિસ્તારમાં પાણી વિતરણ શરૂ કરવાનું તો દૂર ક્યાં કારણોસર પાણી નથી આવતું તે જાણવાની પણ તસ્દી લીધી નથી.

અગત્યની વાતતો એ છે કે મોરબી બે વિસ્તારમાં પાણી વિતરણ થતા નઝરબાગ ફિલ્ટર પ્લાન્ટથી માત્ર 1 કિ.મી દૂર છે તેમ છતાં કયા ફોલ્ટના કારણસર પાણી વિતરણ નથી થતું તે જણાવાનો કે તેને રીપેર કરવાનો સમય નથી. આ વિસ્તારથી માત્ર 500થી 600 મીટરના અંતરે છેલ્લા 6 મહિનાથી પાણીની લાઈન તૂટી ગઈ છે. જેમાંથી દરરોજ હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. જે રીપેર કરવાનું પણ તંત્રને સૂઝતું નથી. મોરબી પાણી પુરવઠા વિભાગના આ ઓરમાયા વર્તનને કારણે એક તરફ હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે તો બીજી તરફ બૌધનગર વિસ્તારના લોકો પીવાના પાણી માટે ટળવળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો