તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગર વઢવાણ સંયુકત પાલિકાની ચૂંટણીના કુલ 13 વોર્ડ માટે 227 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં 68 ઉમેદવારી પત્રો રદ્દ થયા હતા. જયારે મંગળવારે ફોર્મ પરત ખેચવાનો છેલ્લો દિવસ હોય કુલ 10 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેચીને મેદાન છોડી દીધુ હતુ. આથી હવે 13 વોર્ડની 52 બેઠકો માટે 149 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. જેમાં વોર્ડ નં 2 અને 4 માં કોઇ અન્ય પક્ષના કે અપક્ષ ઉમેદવાર ન હોય ભાજપ અને કોંગ્રેસન ઉમેદવારો વચ્ચે સીધી જ ટકકર થશે.
ચૂંટણીમાં ભાજપના પાટીલાના નિયમોને કારણે ઘણા ઉમેદવારો કપાતા અસંતોષ ફેલાયો હતો. અને આથી જ ભાજપના કેટલાક સદસ્યોએ કોંગ્રેસ સાથે હાથ મિલાવીને ભાજપની સામે જ લડવા મેદાનમાં ઉતરી ગયા છે. તેવી જ રીતે કોંગ્રેસમાં પણ ટીકીટ ન મળતા ઘણા કાર્યકરો નારાજ થયા છે. કોંગ્રેસના કેટલાક નારાજ સભ્યોએ પણ અન્ય પક્ષ સાથે હાથ મિલાવી ઉમેદવારી કરી છે. પાલિકાના 13 વોર્ડની 52 બેઠક માટે 227 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં ચકાસણી દરમીયાન 68 ફોર્મ રદ્દ થયા હતા. જયારે ફોર્મ પાછા ખેચવાની છેલ્લી તારીખે 10 ઉમેદવારોએ મેદાન છોડી દેતા 52 બેઠક માટે 149 ઉમેદવારો વચ્ચે જંગ જામશે તે નકકી થઇ ગયુ છે.
જેમાં વોર્ડ નં 2 અને 4 માં અન્ય કોઇ પક્ષ કે અપક્ષ ઉમેદવારો હવે ન હોવાને કારણે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જ આમને સામને ટકરાશે. જયારે વોર્ડ નં 9 માં સૌથી વધુ 21 ઉમેદવારો ચૂંટણી લડશે. જેમાં ભાજપ કોંગ્રેસની સાથે આપ, એનસીપી, બસપા અને અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. પાલિકાની આ ચૂ઼ટણીમાં કેટલાક વોર્ડમાં બસપા, એનસીપી અને આપે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. આથી ભાજપ કોંગ્રેસની લડાઇમાં અન્ય પક્ષનું પણ પાણી મપાઇ જશે. હવે ચિત્ર સ્પસ્ટ થઇ ગયા બાદ બાકી રહેલા ઉમેદવારોને નિસ્ક્રય કરીને સપોટ લેવા માટે અંદરખાને બેઠકોનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે.
18 અપક્ષે ઝંપલાવ્યુ
સંયુક્ત પાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસમાં વર્ષોથી મહેનત કરતા કાર્યકરોને ટિકિટ ન મળતા તેઓની ધીરજ ખૂટી હતી. આથી 149માંથી 18 અપક્ષ ઉમેદવારે ઝંપલાવ્યું છે, જેમાં વોર્ડ નં. 9 અને 10માં સૌથી વધુ 4 અપક્ષ લડી રહ્યા છે.
ભાજપ, કૉંગ્રેસ સાથે આપ, બસપા, એનસીપી પણ સંયુક્ત પાલિકાનો ચૂંટણીજંગ લડશે
વોર્ડ | ઉમેદવાર | વિગત |
1 | 13 | ભાજપ-4, કોંગ્રેસ-4, આપ-3, આરજેસીપી-2 |
2 | 8 | ભાજપ-4, કોંગ્રેસ-4 |
3 | 9 | ભાજપ-4, કોંગ્રેસ-4, આપ-1 |
4 | 8 | ભાજપ-4, કોંગ્રેસ-4 |
5 | 9 | ભાજપ-4, કોંગ્રેસ-4, અપક્ષ-1 |
6 | 9 | ભાજપ-4, કોંગ્રેસ-4, અપક્ષ-1 |
7 | 9 | ભાજપ-4, કોંગ્રેસ-4, અપક્ષ-1 |
8 | 11 | ભાજપ-4, કોંગ્રેસ-4, અપક્ષ-3 |
9 | 21 | ભાજપ-4, કોંગ્રેસ-4, NCP-4, BSP-2, આપ-3, અપક્ષ-4 |
10 | 16 | ભાજપ-4, કોંગ્રેસ-4, આપ-2, એનસીપી-2, અપક્ષ-4 |
11 | 14 | ભાજપ-4, કોંગ્રેસ-4, બસપા-4, આપ-1, અપક્ષ-1 |
12 | 10 | ભાજપ-4, કોંગ્રેસ-4, અપક્ષ-2 |
13 | 12 | ભાજપ-4, કોંગ્રેસ-4, બસપા-2, આપ-1, અપક્ષ-1 |
પક્ષવાર સ્થિતિ
પક્ષનું નામ | ઉમેદવાર |
ભાજપ | 52 |
કોંગ્રેસ | 52 |
આપ | 11 |
બસપા | 8 |
એનસીપી | 6 |
આરજેસીપી | 2 |
અપક્ષ | 18 |
સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકામાં 10 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યાં
વોર્ડ | ઉમેદવારનું નામ |
2 | દિગ્વીજયસિંહ મયુરસિંહ રાણા |
2 | વિજેન્દ્રસિંહ કનુભા ઝાલા |
2 | અતુલભાઇ ધનજીભાઇ સારલા |
3 | પ્રદીપભાઇ પરસોત્તમભાઇ બગરીયા |
3 | વિજયસિંહ પ્રવીણસિંહ રાઠોડ |
4 | રૂપલબેન ચંપકલાલ ભેજારીયા |
7 | હેમંતબા પ્રવીણસિંહ રાઠોડ |
11 | અજીતસિંહ દીપસિંહ લીંબડ |
12 | ભાવનાબેન ચેતનભાઇ અમરકોટીયા |
13 | કાંતીભાઇ કલ્યાણભાઇ ખાંદલા |
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.