તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શંકા સાચી પડી:ભાજપમાંથી રાજીનામું આપનારા વોર્ડ-6ના સભ્ય આપમાં જોડાયા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર સંયુકત પાલિકામાં વોર્ડ નં. 6માંથી ભાજપ માંથી ચૂંટાઇ આવેલા પાટીદાર સદસ્ય હિતેશ બજરંગે સદસ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ગુરૂવારે પોતાના ટેકેદારો સાથે આપ પાર્ટીમાં જોડાઇ ગયા હતા. જીઆઇડીસીના હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આપના પ્રદેશના નેતાઓ પણ હાજર રહ્યા હતા.

સુરેન્દ્રનગર સંયુકત પાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં પાટીદારોની વસતી ધરાવતા વોર્ડ નં. 6માં ભાજપે પાટીદાર એવા હિતેશભાઇ બજરંગને ટીકીટ આપી હતી અને તેઓ જીતી પણ ગયા હતા. પરંતુ ચેરમેન પદની ફાળવણીમાં પોતાનું નામ ન આવતા હિતેશભાઇ નારાજ થયા હતા અને રાજુનામું આપી દેવાની જાહેરાત કરી હતી. પરંતુ સમયે પક્ષના મોવડી મંડળે તેમજ જ્ઞાતિના આગેવાનોએ બેઠક કરીને તેમને રાજીનામું ન આપવા માટે મનાવી લીધા હતા.જેના થોડા દિવસો બાદ જ કોઇને પણ જાણ કર્યા વગર હિતેશભાઇએ પાલિકામાં મોડી સાંજે પોતાનું રાજીનામું ધરી દીધું હતું.

રાજીનામું આપીને તે આપમાં જશે તે વાત નકકી જ હતી. ત્યારે ગુરૂવારે જીઆઇડીસીના હોલ ખાતે આપનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આપના પ્રદેશ સંગઠન મંત્રી રાજભા ઝાલા, જિલ્લા પ્રમુખ પરસોતમભાઇ મકવાણા, કમલેશભાઇ કોટેચા,વિક્રમભાઇ દવે સહિતના સારી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. તે સમયે હિતેશભાઇ બજરંગે આપની ટોપી પહેરીને ખેસ ધારણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...