કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખાં:લખતરના વરસાણી ગામે પીવાના પાણી માટે ગ્રામજનોનો રઝળપાટ, મૂંગા અબોલ પશુઓની પણ હાલત દયનીય

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
લખતરના વરસાણી ગામે પીવાના પાણી માટે ગ્રામજનોનો રઝળપાટ - Divya Bhaskar
લખતરના વરસાણી ગામે પીવાના પાણી માટે ગ્રામજનોનો રઝળપાટ
  • છેલ્લા 10 દિવસથી પૂરવઠા વિભાગની પાણીની લાઈનમાં પાણી ન આવતાં ગ્રામજનો પરેશાન
  • તળાવમાં પડેલા ડેડ વોટરમાં ગંદકી હોવાથી તે પશુઓના પીવા માટે કામમાં આવે તેવું નથી
  • ગામમાં નવો સમ્પ તૈયાર તો કરાયો છે, જો કે તેનું લોકાર્પણ હજી સુધી થયું નથી

હાલ સુરેન્દ્રનગર સહિત સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ઉનાળાના ધોમધખતા તાપની વચ્ચે લોકોની સાથે સાથે મુંગા પશુઓને પણ પીવાના પાણીની જરૂરીયાત વધુ હોય છે. હાલ કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા સામે આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરના લખતરના વરસાણી ગામે પણ કંઈક આવી જ સ્થિતિનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે. અહીં છેલ્લા 10 દિવસથી પૂરવઠા વિભાગની પાણીની લાઈનમાં પાણી ન આવતાં ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

લખતરના વરસાણી ગામના તળાવમાં પડેલા ડેડ વોટરમાં ગંદકી હોવાથી તે પશુઓના પણ પીવા માટે કામમાં આવે તેવું નથી. તેમજ પશુઓના પણ પીવાના પાણીના હવાડા હાલ ખાલીખમ જોવા મળી રહ્યા છે. તેવામાં કાળઝાળ ગરમીમાં પશુઓને પણ પાણી માટે આમ તેમ ભટકવું પડી રહ્યું છે. "નલ સે જલ તક" યોજના નીચે ગામમાં નવો સમ્પ તૈયાર તો કરાયો છે, જો કે તેનું લોકાર્પણ હજી સુધી થયું નથી. જેના કારણે ગ્રામજનોને પીવાના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આવી જ પરિસ્થિતિ રહી તો આગામી દિવસોમાં તેમને હિઝરત કરી અન્ય ગામમાં રહેવા જવાની ફરજ પડશે.

અન્ય સમાચારો પણ છે...