હાલાકી:વઢવાણની વિશ્વપ્રેમ સોસાયટીમાં ગંદાપાણી ભરાયા

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણના વિશ્વ પ્રેમ સોસાયટી વિસ્તારના મુખ્ય રસ્તા પર ઉભરાતા ગટરના ગંદા પાણી થઇ લોકો પસાર થવા મજબૂર બન્યા છે. આ અંગે પાલિકામાં રજૂઆત કરવા છતા યોગ્ય ન કરાતા લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે. હાલ ચોમાસુ સીઝનમાં વરસાદી પાણી સાથે આ ગટરના ગંદા પાણી ભળતા માખી મચ્છરનો ઉપદ્રવ પણ વધતા લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. આથી લોકહીતને ધ્યાને લઇ તંત્ર દ્વારા ગટરના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી સોસાયટીના લોકોની માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...