તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યાજનું વિષચક્ર:વઢવાણના યુવકે રૂ.25.10 લાખની ઉઘરાણીથી કંટાળી એસિડ પીધો, 14 વ્યાજખોર વિરુદ્ધ ગુનો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ધોળીપોળ પાસે આવેલા મેડિકલ સ્ટોરમાં કામ કરતા યુવાને 2થી 10%ના વ્યાજે નાણાં લીધા હતાં

વઢવાણ મૂળચંદ રોડ બજરંગ સોસાયટી-3માં રહેતા અને મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા યુવાને વ્યાજખોરોના ત્રાસથી એસિડ ગટગટાવ્યું હતું. યુવાનને ગંભીર હાલતમાં અમદાવાદ સારવાર લઇ રહ્યો છે. ત્યારે આ યુવાને 14 શખ્સો પાસેથી રૂ.25.10 લાખ 2થી 10 ટકા વ્યાજે લીધા બાદ કડક ઉઘરાણીથી કંટાળી એસીડ ગટગટાવ્યુ હોવાનું બહાર આવ્યુ હતુ.

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજચક્રમાં ફસાઇને અનેક યુવાનો તેમજ પરિવારો બરબાદ થઇ રહ્યા છે. ત્યારે વઢવાણમાં યુવાને વ્યાજખોરોના ત્રાસથી એસીડ પીધુ હોવાની ઘટના બહાર આવી હતી. મૂળચંદ રોડ પરની બજરંગ સોસાયટી-3માં રહેતા અને ધોળીપોળ પાસે આવેલા સિધ્ધનાથ મેડિકલ સ્ટોરમાં કામ કરતાં 35 વર્ષના હિતેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ જાડેજાને કેટલાક શખ્સોએ લાયસન્સ વગર ્ રૂ.25.10 લાખનું ધીરાણ કર્યુ હતુ.

પરંતુ શખ્સોની બળજબરીથી વ્યાજની તેમજ પૈસાની ઉઘરાણી કરી મારી નાંખવાની ધમકી સાથે ત્રાસ અપાતા હિતેન્દ્રસિંહે 22 માર્ચની રાત્રે એસિડ પી લીધુ હતુ. આથી તેઓને સારવાર માટે પ્રથમ રાજકોટ બાદ ગંભીર હાલતમાં અમદાવાદ લઇ જવામાં આવ્યા હતા. ત્યારે હિતેન્દ્રસિંહે બી-ડિવીઝન પોલીસ મથકમાં 14 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

ખુલ્લા મેદાનમાં જ એસિડ પીધો
વ્યાજખોરો મેડિકલ સ્ટોરે આવી પૈસાની ઉઘરાણી કરી ગાળો આપી મારી નાંખવાની ધમકી આપતા હતા. જે બાબતે લાગી આવતા 22 માર્ચને રાત્રિના 10 કલાકે નોકરી પરથી છૂટીને ઘરે આવતા હતા. તે સમયે વઢવાણ 80 ફૂટ રોડ પરથી તેઓએ એસીડની બોટલ ખરીદી હતી. ત્યારબાદ રસ્તામાં એટલે કે મૂળચંદ રોડ પર આવેલા કલ્પતરૂ ટાઉનશીપની સામેના ખાલી મેદાનમાં સાડા અગિયારેક વાગ્યાના સમયે એસીડની બોટલમાંથી હિતેન્દ્રસિંહે અંદાજે બે-કે ત્રણ ઘુટડા જેટલુ એસીડ પીધુ હોવાનું બહાર આવ્યુ હતુ.

યુવાને કોની પાસેથી કેટલીક રકમ અને કેટલા ટકા વ્યાજે લીધી હતી

નામરકમટકા
ધમો નકુમ (વઢવાણ ખારવાની પોળ)20,00010
ભગી બારોટ (વઢવાણ લાખુપોળ)20,00010
નરશી પટેલ(કલ્પતરૂ ટાઉનશિપ,વઢવાણ)1,50,0002.5
ભાવેશ ભાડકા (સુરેન્દ્રનગર)60,0006
તેજશ શાહ (વઢવાણ મુળચંદ રોડ)1,20,0005
પૃથ્વીરાજસિંહ ગોહિલ (વસ્તડી)50,0003.5
અમિતસિંહ પરમાર (ખારવાની પોળ)20,00010
નામરકમટકા
ભવાનીસિંહ સોલંકી (ખારવાની પોળી)2,70,0006
વિપુલ બાબાભાઈ પટેલ(ધોળીપોળ)1,00,0002.5
હરેશભાઈ પટેલ (ધોળીપોળ)14,00,0002
દેવરાજ બારડ (ખારવાની પોળ)1,20,0006
શક્તિસિંહ ચાચુ (ખારવાની પોળ)1,00,0002
શક્તિસંહ (વાડલા, તા.વઢવાણ)50,0003
જગભા (વાડલા, તા. વઢવાણ)30,0002
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો