તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક:વઢવાણ (વર્ધમાનપુરી) જૈન સાહિત્યનું સર્જનધામ રહ્યું છે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૈન ધર્મમાં ચાતુર્માસનું અનેરૂ મહત્વ છે, હાલ ચાતુર્માસ માટે ગુરૂભગવંતો પધારી રહ્યા છે ત્યારે
  • સંગ્રહિત સાહિત્યનો આક્રમણકારો દ્વારા નાશ થવા લાગતાં જૈનગ્રંથોને જેલસમેરમાં સુરક્ષિત રખાયા હતા

ભગવાન મહાવીર સ્વામી સદેહે જે ધરતી પર પધાર્યા હતા તે વર્ધમાનપુરીનો (વઢવાણ)માં જૈન ધર્મનો પ્રભાવ જૂના સમયથી રહ્યો છે. જૈન ધર્મના અનેક આચાર્યોએ ધરતી પર અનેક જૈન ધર્મના પુસ્તકોની રચના કરી છે. આ સંગ્રહિત સાહિત્યનો આક્રમણકારો દ્વારા નાશ થતા. આથી જૈન આચાર્યોએ પાટણ, ખંભાત, ભરૂચ, વડનગર અને વઢવાણના સાહિત્ય ભંડારોને જેસલમેરમાં સુરક્ષિત રખાયા હતા. જૈનધર્મમાં ચાતુર્માસનું અનેરૂ મહત્વ છે હાલ સુરેન્દ્રનગરમાં ચાતુર્માસ ગાળવા ગુરૂભગવંતો આવી રહ્યા છે.

ત્યારે વઢવાણ ભોગાવો નદીકાઠે વસેલા ઐતિહાસિક વર્ધમાનપુરીનું પણ જૈન ધર્મમાં અનેરૂ મહત્વ છે. જૈન શાસ્ત્રો મુજબ નવમો પ્રદેશ વઢવાણ શહેર છે. આ શહેરમાં જૈન વિદ્વાનો દ્વારા જુદા-જુદા સમયે મોટા પ્રમાણમાં સાહિત્યનું સર્જન થતુ હતુ. જૈન ધર્મના અનેક આચાર્યોએ આ ધરતી પર અને પુસ્તકોની રચના કરી છે. મુનિદર્શન વિજય, જ્ઞાનવિજય અને ભાવવિજય આ ત્રણેય મુનિ મહારાજ સંપાદિત જૈન પરંપરાનો ઈતિહાસ પુસ્તક રચાયુ હતુ.ઈ.સ. 783માં દિગંબરજિનસેનસૂરિએ વઢવાણના ચૈત્યોમાં હરિવંશપુરાણ નામે જૈન પુરાણની રચના કરી હતી.

જયવરાહ રાજાના સમયમાં ઈ.સ. 739માં હરિવંશચરિતની રચના આચાર્ય વિરસેનજીના શિષ્ય આચાર્યા જિનસેનસૂરીએ વઢવાણ શહેર મધ્યે કરી હતી. આ પછી 148 વર્ષ બાદ વઢવાણના ઈતિહાસના સીમાચિન્હ સમા જૈન ધર્મના એકબીજા ગ્રંથકથાકોષનું વિ.સં. 989માં આચાર્ય હરિષણએ રચના કરી હતી. મેરૂતુંગાચાર્યજી રચિત પ્રબંધ ચિંતામણીમાં સંરક્ષણની દ્રષ્ટિએ શ્રેષ્ટ નિર્માણવાળા વઢવાણ શહેરને ઉત્તમનગર તરીકે વર્ણવ્યુ છે.

જાણીતા પુરાતત્વવિદ્દ નરોત્તમભાઈ પલાણે નોંધ્યુ છે કે, 200 વર્ષના ઈતિહાસને સાચવીને બેઠેલા વઢવાણમાં જૈન સાધુઓ અને વિદ્વાનો ધર્મના સિદ્ઘાંતોની ચર્ચા કરતા ગ્રંથો તેમજ ન્યાયના પુસ્તકો આ સમયમાં લખાયા હતા. જૈન ધર્મના આચાર્યો દ્વારા જુદા-જુદા સમયે મોટા પ્રમાણમાં સાહિત્યનું સર્જન થતુ હતુ. મુસ્લિમકાળ દરમિયાન જ્યારે મંદિરો પર આક્રમણ થવા લાગ્યા અને મંદિરો તેમજ તેમાં સંગ્રહિત સાહિત્યનો આક્રમણકારો દ્વારા નાશ થવા લાગ્યો હતો.

આથી જૈન આચાર્યોએ ગ્રંથોની સુરક્ષા માટે જેસલમેરની પસંદગી કરી હતી. આ અંગે ઝાલાવાડના ઈતિહાસવિદ્દ અરવિંદભાઈ આચાર્યે જણાવ્યુ કે, જેસલમેર એવા સ્થળે વસ્યુ હતુ કે, જ્યાં ચારે તરફ રેતીના ભયાનક મેદાનો નજરે પડે છે. તેમણે વઢવાણ, પાટણ, ખંભાત, ભરૂચ, વડનગર વગેરે સ્થાનોના સાહિત્ય ભંડારો આ સ્થળે લાવીને સુરક્ષિત રાખ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...