ગૌરવ:વઢવાણની વિદ્યાર્થિનીએ સૌરાષ્ટ્ર રિજિયનની સ્પર્ધામાં કરાટેમાં ગોલ્ડ, સિલ્વર મેળવ્યો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વઢવાણની ધો. 7માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ અત્યાર સુધીમાં સિલ્વર તેમજ ગોલ્ડ સહિત કુલ 6 મેડલ પ્રાપ્ત કર્યા હતા. તેની આ સિદ્ધિથી જિલ્લામાં તેમજ શાળા પરિવારમાં આનંદ ફેલાયો હતો.

વઢવાણના હાલ 80 ફૂટ રોડ નવરંગ સોસાયટી પાસે રહેતા બિલ્વા નિધિનો જન્મ ફેબ્રુઆરી-2010માં થયો હતો. ત્યારે આ બિલ્વા નિધિબેન કે.રાવલ હાલ ધોરણ 7માં અભ્યાસ કરે છે. ત્યારે તેઓએ વનવર્લ્ડ સ્કૂલ મીડિયમ ઈંગ્લીશ સ્કૂલમાં 2017 ત્રીજા ધોરણથી કરાટેની તાલિમ શરૂ કરી હતી. આજદિન સુધીમાં વ્હાઈટ બેલ્ટ, યલો બેલ્ટ, ઓરેન્જ બેલ્ટ, ગ્રીન બેલ્ટ તથા બ્લ્યુ બેલ્ટ પરીક્ષા પાસ કરી મેળવેલા છે. બાકીના પર્પલ બેલ્ટ, બ્રાઉન બેલ્ટ તથા બ્લેક બેલ્ટ મેળવવા તાલિમ ચાલુ જ છે.

2018માં રાજ્ય કક્ષાની હરિફાઈમાં બ્રોન્ઝ મેડલ, જિલ્લા કક્ષાની હરિફાઈમાં બોન્ઝ મેડલ, 2019માં જિલ્લા કક્ષાની હરિફાઈમાં ગોલ્ડ મેડલ, રાજ્ય કક્ષાની હરિફાઈમાં ગોલ્ડ મેડલ તેમજ હાલ સપ્ટેમ્બર 2021માં સુરેન્દ્રનગર મુકામે સૌરાષ્ટ્ર રિજિયનની હરિફાઈમાં ગોલ્ડ મેડલ તથા સિલ્વર મેડલ મેળવી કુલ છ મેડલ આજ દિન સુધીમાં મેળવેલા છે.

આ અંગે નિધિએ જણાવ્યું કે, મારી સફળ કારકિર્દી મારા મમ્મી તથા વડિલોની મહેનત, પ્રોત્સાહન તથા આશિર્વાદને આભારી છે. તેમજ મારા કરાટેના ચક્ર બહાદુરની સખત મહેનતથી ફળીભૂત થયેલું છે. ભવિષ્યમાં રાષ્ટ્રિય કક્ષાની હરિફાઈમાં ગોલ્ડ મેડલ મેળવવાની મહેચ્છા છે.

અન્ય સમાચારો પણ છે...