તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ST બસ બેકાબુ:વઢવાણ શિયાણીપોળ રોડ પર ST બસમાં ખામી સર્જાતાં અટકી પડી

સુરેન્દ્રનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્ટેયરિંગ લોક થવાથી બસ બેકાબુ બનતાં વેપારીઓમાં દોડધામ મચી

વઢવાણ શિયાણીપોળ રોડ પર મોડી સાંજે પસાર થઇ રહેલી સુરેન્દ્રનગર-લીંબડી રૂટની બસનો સ્ટેયરીંગ લોક થઇ જતા ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે બસ એકાએક અટકી જતા અને વેપારીઓની દુકાન પાસે આવી જતા દોડધામ મચી હતી. જો કે, આ બનાવમાં કોઇ જાનહાની થઇ ન હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં સલામતી સવારીના સૂત્ર સાથે દોડાવવામાં આવતી એસટી બસોમાં વારંવાર ખામીઓ સર્જાતા રોડ વચ્ચે જ મુસાફરોને રઝળપાટ કરવાનો વારો આવે છે. ત્યારે વઢવાણ શિયાણીપોળ રોડ પર મોડી સાંજે સુરેન્દ્રનગર-લીંબડી રૂટની બસ પસાર થઇ રહી હતી. બસમાં ખામી સર્જાતા એકાએક ચાલકે કાબૂ ગુમાવવાની સાથે બસ રોડ પર આવેલી દુકાનો નજીક જ અટકી પડતા વેપારીઓ સાથે રાહદારીઓમાં નાસભાગ મચી હતી.

બીજી તરફ શિયાણીપોળ પાસે જ મસમોટો વળાંક સાથે ટર્ન આવતા અહીં વારવાર નાના મોટા વાહનોનો ટ્રાફિક જામ સર્જાઇ છે. ત્યારે બસમાં ખામી સર્જાતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. જ્યારે આ બનાવમાં પ્રાથમિક માહિતીમાં ડ્રાઇવરે જણાવ્યુ કે બસના સ્ટેયરીંગ લોક થઇ જતા આ ઘટના બની હોવાનું બહાર આવ્યુ હતુ. રોડ સાથે રોડ પર આવેલી દુકાનો આગળ જ એકાએક ચાલુ એસટી બસ આવી ચડતા લોકો અંચબામાં પડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો