રાજકારણ:વઢવાણના ધારાસભ્યે વચનો પૂરાં કર્યાં નથી: આપનો આક્ષેપ

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરજદારને દબાણ હટાવવાની નોટિસ ફટકારી એટલે આરોપ લગાવ્યો : સરપંચ

સુરેન્દ્રનગર શહેરમાં ગુજરાતના મુખ્ય મંત્રી આવ્યા ત્યારે વિરોધના મૂડમાં આવેલા આપે વઢવાણ વિધાનસભાના ધારાસભ્યે ચૂંટણી સમયે આપેલા વચનોનો અત્યાર સુધી પાલન ન કર્યું હોવાના આક્ષેપ સાથે આવેદન તૈયાર કર્યુ છે. જુદા જુદા 12 વિકાસના કામ ન થયા હોવાની વિગતો સાથેનું આવેદન તૈયાર કર્યું હતું. સુરેન્દ્રનગર સંયુકત પાલિકાની ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટાયા બાદ નારાજ થઇને રાજીનામું આપી અને આપમાં જોડાનાર હિતેશભાઇ બજરંગ હાલ આપના જિલ્લા પ્રમુખ છે.

તેમણે મુખ્ય મંત્રીન સંબોધીને તૈયાર કરેલા આવેદનમાં વઢવાણ વિધાનસભામાં એવો આક્ષેપ કર્યો છે કે ધારાસભ્ય ધનજીભાઇ પટેલે ચૂંટણી સમયે લોકોને વચનો આપ્યા હતા કે તેઓ બાળકો માટે બગીચા બનાવશે, સિનીયર સિટિજનો માટે પાર્ક, રોજી રોટી, જીઆઇડીસીમાં બંધ પડેલા યુનિટો ચાલું કરવાની સાથે ખાસ કરીને ગામડાના સીમ રસ્તાની મરામત માટે રૂ.4ના ભાડાથી 1 કલાક જેસીબી આપવું, વઢવાણ લીંબડી રોડ ઉપર બાયપાસ આપવો આવા જુદા જુદા 12 મુદા નો ઉલ્લેખ કરીને જણાવ્યુ છે કે આ તમામ કામ થયા નથી. ધારાસભ્યે આપેલા વચનોનું પાલન ન કરીને જનતા સાથે અન્યાય કર્યો હોવાની રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...