તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વીજઉપકરણોના રિપેરીંગના બહાને ઘરમાં ઘૂસી ઘરેણાંની ચોરી કરતો વઢવાણનો શખ્સ ઝડપાયો

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વઢવાણ, લખતર, ધ્રાંગધ્રા, પાણશીણા સહિત 14 સ્થળોએ ચોરીને અંજામ આપ્યો
 • આતરડાંનું કેન્સર અને પરિવારના ભરણપોષણ માટે ચોરી કરતો હોવાનું કબૂલ્યું

સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વીજઉપકરણોને રિપેરીંગના બહાને તેમજ પોતે રામાપીરનો ભુવો હોવાનું કહીને અનેક લોકોને નિશાન બનાવનાર વઢવાણનો જ શખ્સ વઢવાણ પોલીસ ટીમની ઝપટમાં આવી ગયો હતો. વૃધ્ધ માણસો તેમજ 14 જેટલી જગ્યાઓ પર ચોરીઓની શખ્સે કબૂલાત કરતા રૂ. 2,36,000 લાખના સોનાના ઘરેણા જપ્ત કરવામાં આવ્યા હતા.વઢવાણ આંબાવાડી નાથબાવા સોસાયટીમાંથી 42 વર્ષના મનુભાઈ પુનમભાઈ સોલંકીને વઢવાણ પીએસઆઈ ડી.ડી.ચુડાસમા તેમજ તેમની ટીમે દબોચી લીધો હતો.

આ શખ્સ બાઇક લઇ પોતે માથે,કોટી તેમજ ટીશર્ટ પહેરીને લોકોના ઘરે લોકોને ભોળવીને ચોરી કરતો હતો. આરોપી પેટના આતરડાનું કેન્સર હોવાથી તેમજ પરિવારના ભરપોષણ માટે ચોરી કરતો હોવાનું ખૂલ્યુ હતુ. આ કામગીરીમાં રાજેન્દ્રસિંહ ડોડીયા, પ્રદ્યુમનસિંહ ઝાલા, વિજયસિંહ રથવી, માલાભાઈ, ગૌતમભાઈ, રોનકભાઈ, શક્તિસિંહ વાઘેલા સહિતની ટીમ જોડાઇ હતી.

આરોપીએ ક્યાં સ્થળે કોના ઘરમાંથી કઇ વસ્તુની ચોરી કરી

ભોગ બનનારદાગીનારૂપિયા

ચંપાબેન પી.મકવાણા (વઢવાણ)

બુટીયા2 10,2000

સમુબેન એ.ચૌહાણ(કોઠારીયા)

ઠોળીયા2 10,2000

રંભાબેન વી.પટેલ (બલદાણા)

ચરણ,કળી6,000

ઉજીબેન ડી.વાઘેલા (માનવમંદિર)

ચેઇન1 16,2000

નીતાબેન એમ.માધર (રાજપર)

કાપ2 16,2000

નાનીબેન બી.પરમાર (ખોલડીયાદ)

બુટીયા2 10,2000

શાંતુબેન એલ.મકવાણા (રામપરા)

બુટીયા2 10,2000
ભોગ બનનારદાગીનારૂપિયા

નાનીબેન ડી.પારઘી (ખેરાળી)

ઠોળીયા2 10,2000

ઉગરીબેન ભુસડીયા (ગુંદીયાળા)

ઠોળીયા2 10,2000

કાશીબેન .બામણીયા (અણીદ્રા)

બુટીયા2 8,2000

કાંતીભાઈ જી.પટેલ (ચંદ્રાસર)

બુટ્ટી2 30,000

ટીડીબેન ડી.કણઝરીયા (પ્રથુગઢ)

ઠોળીયા2 70,000

ચંપાબેન એ.રોજાસરા (ઝમર)

કાપ2 25,2000

પાણશીણાની વૃધ્ધ મહિલા

કાપ2 5,2000

ભુવો હોવાનું કહી વૃદ્ધોને ભોળવતો
આરોપી પોતે રામાપીરનો ભુવો હોવાનું જણાવી કોર્ટ કચેરી તેમજ વા, સાંધાના દુ:ખાવા જેવી બીમારી મટાડી દેવાની વાતો કરી વૃધ્ધ મહિલાઓની નજર ચૂકવી દાગીનાની ચોરી કરી ફરાર થઇ જતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો