સ્નેહમિલન કાર્યક્રમ:વઢવાણ ઇન્ડસ્ટ્રીયલ એસોશિયેશને સામાન્ય સભાની સાથે સાથે સ્નેહ મિલનનું આયોજન કર્યુ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય સભામાં 300થી વધુ લોકોએ હાજર રહી આયોજનને સફળ બનાવ્યું
  • સભામાં ચર્ચાયેલા બધા જ મુદ્દાઓમાં પ્રમુખ અને એમની કારોબારીને સમર્થન મળ્યું

વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન જીઆઇડીસી દ્વારા અર્ધ વાર્ષિક સામાન્ય સભા તથા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યુ હતું. તેમજ વિવિધ સરકારી અધિકારીઓ જોડે ઓપન હાઉસ ચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. આ સામાન્ય સભામાં 300થી વધુ લોકોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

સામાન્ય સભામાં ચર્ચા કરવામાં આવેલા લગભગ બધા જ મુદ્દાઓમાં પ્રમુખ સુમિત પટેલ અને એમની કારોબારીને સમર્થન મળ્યું હતું. ઉપરાંત તેમના દ્વારા કરવામાં આવેલા દરેક કાર્યોને 300થી વધુ સામાન્ય સભ્યો દ્વારા બિરદાવવામાં આવ્યા હતા. આ સભામાં ગુજરાત પોલ્યૂશન બોર્ડના કમલેશ લકુમ, જિલ્લા લીડ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અમિતભાઇ, તથા અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી. આ સામાન્ય સભા અને સ્નેહમિલન પૂર્ણ થયે સ્વરૂચી ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...