રિપેરિંગની માગ:વઢવાણ ભોગાવો કોઝવે પુલનો રસ્તો બિસમાર બનતાં અકસ્માતનો ભય

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વઢવાણ ભોગાવા નદીમાંથી પસાર થતા કોઝવે પુલ પરનો રસ્તો બિસ્માર બનતા લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. - Divya Bhaskar
વઢવાણ ભોગાવા નદીમાંથી પસાર થતા કોઝવે પુલ પરનો રસ્તો બિસ્માર બનતા લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
  • પુલના બિસમાર રસ્તાથી કોઇ દુર્ઘટના થાય તે પહેલાં રિપેરિંગની માંગ

વઢવાણ ભોગાવા નદીનો કોઝવે પુલનો રસ્તા પર ખાડાઓ અને રોડની કડો તૂટી જવાથી રાહદારીઓ અને વાહનચાચલોક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. દિવસ રાત વાહનોથી ધમધમતા આ પુલ પર અકસ્માતનો ભય લોકોને સતાવી રહ્યો છે. વઢવાણ ભોગાવ નદીના બેઠલા કોઝવે પુલ પરથી મોટી સંખ્યામાં શહેરીજનો તેમજ ગ્રામ્યજનો પસાર થઇ રહ્યા છે.

આ ઉપરાંત જીઆઈડીસી, માર્કેટિંગયાર્ડ સહિતના સ્થળોએ જવા માટે કામદારો, નોકરીયાત તેમજ જ્યારે શાળા-કોલેજ ચાલુ હોય ત્યારે વિદ્યાર્થીઓની પણ અવરજવર રહે છે. પરંતુ આ પુલના રસ્તા પર છેલ્લા ઘણા સમયથી ખાડાઓ તેમજ રસ્તાની કડો તૂટી જવાથી અકસ્માતનો બનાવો બની રહ્યા છે. જ્યારે રાત્રિના સમયે તો બાઇચાલકો રસ્તાની કડ સાથે ભટકાતા પુલની બાજુમાં પડી જતા હોવાની રાવ ઉઠી છે. ત્યારે આ પુલ પર કોઇ મોટી દુર્ઘટના થાય તે પહેલા જ્યાં જ્યાં બિસ્માર બની ગયો છે તે રેપિરીંગ કામ કરાવે તેવી લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...