તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:વઢવાણ, લખતરમાં 1-1, લીંબડીમાં દોઢ ઇંચ વરસાદઃ વઢવાણ-મૂળચંદ રોડ પર પાણી ભરાયાં

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝાલાવાડમાં બુધવાર બપોર બાદ સાંજે અચાનક વાતાવરણમાં પલટા સાથે કાળા ડીબાંગ વાદળો શહેર પર છવાઇ જતા વરસાદી ઝાપટુ થતા લોકોએ ઠંડકનો અહેસાસ માણ્યો હતો. લીંબડી પંથકમાં 36 મીમી, લખતરમાં 29 મીમી, ચુડામાં 11 મીમી વરસાદ પડ્યો હતો. પરંતુ પવનના કારણે વરસાદને ખેંચી ગયા હતા.સાયલા તાલુકામાં સાંજના સમય પવન સાથે ધીમી ગતિએ વરસાદ શરૂ થતાં ખેડૂતના ઉભા પાકને જીવન દાન આપે તેવા વરસાદના માહોલથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

વઢવાણ -મુળચંદ અને રાજપર રોડ પર ઉનાળામાં પાણીની રઝળપાટ, શિયાળામાં વીજળીનો કકડાટ અને ચોમાસામાં તો વરસાદી પાણીથી મેદાનો તલાવડા બની જતા મચ્છરોનો ત્રાસ શરૂ થયો છે. આ અંગે મહિપતસિંહ જાદવ, મનીષદાન ગઢવી વગેરેએ જણાવ્યુ કે બજરંગ સોસાયટી અને તેની આસપાસના ઘરોમાં પાણી, ગટરની સમસ્યા મુખ્ય છે. જ્યારે લેઉઆ પાટીદાર સંકુલ, ગણપતિ મંદિર, હોસ્ટેલ પાસે વરસાદી પાણી જમા થાય છે.

અન્ય સમાચારો પણ છે...