કુદરતનું સફાઈ કામદાર 'ગીધ' લુપ્તતાને આરે:સુરેન્દ્રનગર જિલ્લામાં ગીધની ગણતરી યોજાઇ, નવા આંકડા આગામી અઠવાડિયે જાહેર કરાશે

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

10 અને 11 ડિસેમ્બરે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગીધની ગણતરી યોજાઇ હતી. ત્યારે કુદરતના સફાઇ કામદાર તરીકે ઓળખાતું ગીધ આજે પોતે જ સાફ થઇ ગયુ છે. છેલ્લે કરાયેલી ગણતરી અનુસાર સમગ્ર ગુજરાતમાં માત્ર 999 ગીધો જ બચ્યાં હતા. જેમાં લૂપ્તતાના આરે પહોંચેલા સફેદપીઠ ગીધની સંખ્યા સમગ્ર ગુજરાતમાં માત્ર 458 નોંધાઇ હતી. જેમાં સૌથી વધુ આ ગીધની સંખ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં 84ની નોંધાઇ હતી. આ વખતની ગણતરીના આંકડા આગામી અઠવાડીયામાં જાહેર કરાશે.

ગીધની સંખ્યામાં 95%નો ઘટાડો થયો
સને 1996માં બી.એન.એચ.એસ.ની ટીમે કરેલા સર્વેમાં ગીધની સખ્યાંમાં 95%નો ઘટાડો થયો હોવાની ચોંકાવનારી વિગતો સામેં આવી હતી. કારણ કે, નિ:શુલ્ક સફાઇ કામદાર તરીકે પર્યાવરણને ચોખ્ખુ રાખતું ગીધ આજે પોતે જ સાફ થઇ ગયું હોવાની વાતો સંભળાય છે. જેમાં સફેદ પીઠ ગીધ, ગિરનારી ગીધ અને સ્લેન્ડરબીલ્ડ ગીધની સંખ્યા તો પુરા વિશ્વમાં 95% કરતા પણ ઓછી થઇ ગઇ છે.

નવા આંકડા આગામી અઠવાડિયે જાહેર કરાશે
છેલ્લે ગુજરાતમાં કરાયેલી લુપ્ત થતા ગીધની વસ્તી ગણતરી અનુસાર સમગ્ર ગુજરાતમાં માત્ર 999 ગીધો જ બચ્યાં છે. જેમાં નામશેષ થવાના આરે પહોંચેલા સફેદ પીઠ ગીધ તો માત્ર 458 જ બચ્યાં હતા. જેમાંથી સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં આ ગીધની સખ્યાં 84 નોંધાઇ હતી. આથી 'સફેદ પીઠ ગીધ'નું હબ 'ઝાલાવાડ' પથંક બન્યું હતુ. ત્યારે છેલ્લા બે દિવસ 10 અને 11 ડિસેમ્બરે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગીધની ગણતરી યોજાઇ હતી, ત્યારે નવા આંકડા પણ આગામી અઠવાડિયે જાહેર કરવામાં આવશે.

ગીધની વસ્તીના ઘટાડાના કારણો

 • (1) લુપ્ત થઇ રહેલા ગીધ પર પીએચડી કરી ચૂકેલા અને ગીધ માટે સુરેન્દ્રનગર જિલ્લા કો-ઓર્ડિનેટર તરીકે કામ કરતા આદિત્ય રોય જણાવે છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી, લખતર અને ધ્રાંગધ્રા પથંકમાં આ સફેદ પીઠ ગીધ અને એમનું નેસ્ટીંગ મોટા પ્રમાણમાં જોવા મળ્યું હતુ. વધુમાં ઢોરોને દુઃખાવાના નિદાન માટે અપાતી 'ડાયક્લોફિનેક્સ' દવાના કારણે એ ઢોર મૃત્યુ પામ્યા બાદ એનું માસ ખાધાના માત્ર 72 કલાકમાં જ ગીધ કિડની અને લિવર ફેલ થતા મોતને ભેટે છે.
 • (2) વધુમાં ગીધ વર્ષમાં માત્ર એક જ ઇંડુ મુકી એક જ બચ્ચાંને જન્મ આપે છે અને પાંચ વર્ષ સુધી એ ગીધનું બચ્ચું પરિપકવ થઇ બીજા બચ્ચાંને જન્મ આપી શકતુ ન હોવાથી ગીધની વસ્તીમાં 90થી 95 %નો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

છેલ્લે કરાયેલી ગણતરી અનુસાર ગુજરાતમાં ગીધના આંકડા

 • સફેદ પીઠ ગીધ- 458
 • ગિરનારી ગીધ- 385
 • ખેરો કે સફેદ ગીધ- 132
 • પહાડી ગીધ- 24
 • કુલ- 999

લુપ્ત થતા સફેદ પીઠ ગીધના જિલ્લા વાઇઝ આંકડા

 • ​​​​​​​મહેસાણા- 56
 • અમદાવાદ- 24
 • આણંદ- 70
 • વડોદરા- 04
 • વલસાડ- 19
 • કચ્છ- 64
 • અમરેલી- 54
 • ભાવનગર- 83
 • સુરેન્દ્રનગર- 84
 • કુલ- 458

લુપ્ત થતાં ગીધને બચાવવા દસાડાના યુવાને કમર કસી
કુદરતના સફાઇ કામદાર તરીકે ઓળખાતું ગીધ આજે પોતે જ સાફ થઇ ગયુ છે. પશુધનને આપવામાં આવતી 'ડાઇક્લોફેનાક' દવા ગિરધારી ગીધ માટે મોતનો આહાર બની છે, ત્યારે લૂપ્ત થતા ગીધને બચાવવા દસાડામાં રહેતા યુવાન કમર કસી લોકોમાં લોકજાગૃતિ લાવવા કટીબદ્ધ બન્યો છે. ઝાલાવાડ વિસ્તારમાં પશુઓને દુ:ખાવા માટે આપવામાં આવતી 'ડાઇક્લોફેનાક' નામની દવાનું પ્રમાણ વધું છે. આ દવા ગીધ માટે મોતનું કારણ બની જાય છે. જો પશુપાલકો અને પશુ ચિકિત્સકો ગીધ માટે આ ઘાતક દવા બંધ કરી તેના વિકલ્પ રૂપે મળતી 'મેલોક્સીકેમ' દવાનો ઉપયોગ કરે તો ગીધની જાતીને લુપ્ત થતી બચાવી શકાય. થોડા સમય અગાઉ લખતરના કારેલા ગામ નજીક લુપ્ત થતા ગીધના ઝુંડમાંથી કેટલાક ગીધ ટપોટપ મરવા માંડતા તંત્રમાં દોડધામ મચી હતી.

ગીધના આંકડા

જિલ્લો20052019વધ/ઘટ
સુરેન્દ્રનગર33848290
અમદાવાદ25450204
કચ્છ91044866
સુરત3080308
જૂનાગઢ12114726
બનાસકાંઠા547925

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...