ગ્રામપંચાયત ચૂંટણીનું મતદાન પૂર્ણ:સુરેન્દ્રનગર જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધી સરેરાશ 73.54 ટકા મતદાન, મુળીમ‍ાં સૌથી વધુ 76.18 જ્યારે સૌથી ઓછું ચુડા તાલુકામાં 71.01 ટકા મતદાન

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા - Divya Bhaskar
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા
  • સરપંચ અને વોર્ડ સભ્ય મળી કુલ 6195 ઉમેદવારનું ભાવિ આજે મતદારો નક્કી કરશે

સુરેન્દ્રનગર જિલ્લાની 417 ગ્રામ પંચાયતના કુલ 1103 સરપંચ અને 5092 સભ્ય માટેની આજે ચૂંટણી યોજાઇ છે. જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધીમાં 73.54 ટકા મતદાન થયું છે. મુળીમ‍ાં સૌથી વધુ 76.18 જ્યારે સૌથી ઓછું ચુડા તાલુકામાં 71.01 ટકા મતદાન નોંધાયું છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 1540 પોલીસ સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો છે. કુલ 497 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 1861 સરપંચ અને 7556 સભ્યનાં ફોર્મ આવ્યાં હતાં, તેમાંથી 80 પંચાયત સમરસ થઈ હતી જ્યારે સરપંચનાં 13 અને સભ્યોનાં 91 ફોર્મ અમાન્ય થયાં હતાં. જ્યારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 628 સભ્ય અને 593 સભ્યોનાં ફોર્મ પરત ખેંચાયાં હતાં. જિલ્લામાં સરપંચ પદ માટે 1103 અને વોર્ડ સભ્ય માટે 5092 એટલે કુલ 6195 ઉમેદવારો મેદાને છે. જિલ્લામાં અમુક ઘટનાઓને બાદ કરતા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું,

સાંજે 5 વાગ્યા સુધીના આંકડા
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા

મોરબી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન પૂર્ણતાના આરે છે. ત્યારે મોરબી તાલુકામાં સવારે 7થી બપોરના 5 વાગ્યા સુધીમાં સૌથી વધુ 86.22 ટકા મતદાન ધરમપુરમાં અને સૌથી ઓછું મતદાન 37.45 ટકા પંચાસરમાં થયું છે.

107 વર્ષના સમુબાએ મતદાન કરી અનોખો રાહ ચિંધ્યોં
હળવદના કવાડિયા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો. આ દરમિયાન 107 વર્ષના સમુબેન શંકરભાઈ ઠાકોરે પણ મતદાન કરી લોકશાહીના પર્વને ઉજવ્યો હતો. એક સદી વટાવી ચૂકેલા સમુબાએ મતાધિકારનો ઉપયોગ કરી અન્ય સૌ મતદારોને મતદાન માટે પ્રેરિત કર્યા હતા.

આજે વહેલી સવારથી તમામ મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઇ રહ્યું છે. જોકે, કાયદો-વ્યવસ્થા જળવાય અને મુક્ત વાતાવરણમાં મતદાન થઈ શકે તે માટે તંત્ર સજ્જ બન્યું છે. આ માટે કલેક્ટરે બેઠક બોલાવી અધિકારીઓને જવાબદારી સોંપી મતદાન મથકો, મતપેટી અને અધિકારીઓની ટીમ નક્કી કરી હતી. જેમાં 800 મતદાન મથકો માટે 1905 મતપેટી ઉપલબ્ધ કરાવાઈ છે. જેમાં બાકી પેટી અનામત રાખી 1581નો ઉપયોગ કરાશે. જ્યારે 6.71 લાખથી વધુ બેલેટ પેપરનો ઉપયોગ કરાશે. આ બેલેટ પેપરમાં સરપંચ માટે ગુલાબી રંગ અને સભ્યો માટે સફેદ રંગના બેલેટ પેપરનો ઉપયોગ કરાશે.

અન્ય સમાચારો પણ છે...