સંગ્રામ પંચાયત:આજે મતદારો જ સરપંચ! 800 મતદાન મથકમાં 6.71 લાખથી વધુ મતદારો બેલેટ પેપરથી મતદાન મતદાન કરશે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કલેક્ટરે ગ્રામપંચાયતની ચૂંટણી માટેના મતપેટી ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લઇ કામગીરી ચકાસી હતી. - Divya Bhaskar
કલેક્ટરે ગ્રામપંચાયતની ચૂંટણી માટેના મતપેટી ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લઇ કામગીરી ચકાસી હતી.
  • સરપંચના 1103, સભ્યના 5092 ઉમેદવારની ચૂંટણી

જિલ્લાની 417 ગ્રામ પંચાયતની રવિવારે ચૂંટણી યોજાશે. સરપંચના 1103, સભ્ય પદના 5092 ઉમેદવાર માટે 6.71 લાખ મતદારો 800 મતદાન મથક પર બેલેટ પેપરથી મતદાન કરશે. મથકોએ ચૂંટણી અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીઓ, પોલિંગ સ્ટાફ, પોલીસ સ્ટાફ તૈયાર કરાયો છે. 6.71 લાખથી વધુ મતદારો મતદાન કરી 390 ગ્રામપંચાયતોના રાજાના તાજનો ફેંસલો મતપેટીમાં મુકશે. 116 ચૂંટણી અધિકારી, 116 મદદનીશ ચૂંટણી અધિકારી, 4429 પોલિંગ સ્ટાફ, 1540નો પોલીસ સ્ટાફ તૈનાત કરાયો છે. 3,54,391 પુરૂષ, 3,16,823 મહિલા મળી 6,71,223 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

મૂળી
મૂળી

મૂળી હાઈસ્કૂલથી 129 મત પેટીઓ બુથ માટે રવાના
મૂળી તાલુકામાં 37 ગ્રામ પંચાયત અને 80 બુથ માટે રવિવારે ચૂંટણી યોજાવાની છે ત્યારે 129 પેટી બુથ સુધી પહોંચે તે માટે શનિવારે વહેલી સવારથી મામલતદાર હર્ષ પટેલ, PSI એસ. એસ. વરૂ સહિત અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં સાહિત્ય સાથે મતપેટીઓ રવાના કરાઈ હતી.

જિલ્લા અને તાલુકા પ્રમાણે મતદારો

તાલુકોમથકોપુરૂષમહિલાઅન્યકુલ
વઢવાણ653141828565059983
લખતર612476422310047074
લીંબડી984503139756184788
ચૂડા733435430220064574
સાયલા1024127036997478271
ચોટીલા833481830320165139
થાન311359812375225975
મૂળી803550031390166891
ધ્રાંગધ્રા914240038096080496
દસાડા1165123846794098032
કુલ8003,54,3923,16,82396,71,223
  • હથિયાર, સભા-સરઘસ બંધી ચૂંટણીને પગલે જિલ્લામાં હથિયાર રાખવા, સભા કરવા પર પ્રતિબંધ મુકાયો.

18થી ઓછી ઉંમરની વ્યક્તિઓનું મતદાન અટકાવવા પગલાં લેવામાં આવશે
ચૂંટણીમાં 18થી ઓછી વયની વ્યક્તિના મતદાન વિશે સંભાવના નથી હોતી પરંતુ મતદાન સમયે અધિકારીને લાગે કે મતદાર ઓછી ઉંમરનો છે તો મતદાર પાસેથી તેની સાચી ઉંમરનું એકરારનામું મત આપતા પહેલા મેળવવાનું રહેશે. જે જિલ્લા અધિકારીને મોકલી આપી અને તેવી રજૂઆતોની તપાસ મતદાર નોંધણી અધિકારીને મોકલવાની રહેશે. તેમની તપાસમાં નોંધણીની છેલ્લી તારીખે મતદાર તરીકે નામ દાખલ કરવાની પાત્રતા ધરાવતા ન હોય તો નામ રદ કરવા નિયમ અનુસાર મતદાર નોંધણી અધિકારી આવા કેસોમાં ફોજદારી કાર્યવાહી પણ શરૂ કરાવી શકે છે.

ચુડા ન્યાયિક તેમજ પારદર્શકતા પ્રત્યે સતર્ક રહેવા સૂચના
ચુડા તાલુકા મથકના ગોખરવાળા મોર્ડન સ્કૂલના સ્થળે નિયત કરેલા કેન્દ્ર પર મતદાન મથકો પર રવાના થતા નિમણૂક આપેલા અધિકારીઓને ચૂડા મામલતદાર ઝાપડાએ દરેક મતમથક પર ફરજ સાથે સતર્કતા તેમજ જાગૃતિ રાખી અન્ય કોઈ પ્રશ્નો તેમજ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સૂચના અંગે અસરકારક, શાંતિ-સુલેહ સાથે મતદાન પૂર્ણ થાય તેમજ ફરજ પ્રત્યે ચર્ચા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...